યુક્રેનના મારિયુપોલને રશિયાએ કબ્જે કરી સ્વતંત્ર જાહેર કર્યુંઃ પુતિને સેનાના વખાણ કર્યા

મોસ્કો, રશિયા અને યૂક્રેન યુદ્વને શરુ થયાના 57 દિવસથી વધુનો સમય પસાર થઇ ગયો છે. ત્યારે આ યુદ્વનો સંગ્રામ મહાસંગ્રામમાં તબદીલ થઇ ગયો છે. રાષ્ટ્રપતિ પુતિને એલાન કર્યું છે કે, યુક્રેનના મારિપોલ શહેરને સ્વતંત્ર કરવામાં આવ્યુ છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરી છે કે, યુક્રેનિયન શહેર મારીયુપોલને “સફળતાપૂર્વક સ્વતંત્ર” કરાઈ દેવામાં આવ્યું છે. જોકે પુતિને પોતાની સેનાને કહ્યું છે કે શહેરમાં યુક્રેનના છેલ્લા ગઢ એઝોવસ્ટલ પર હુમલો ન કરે.
રાષ્ટ્રપતિ પુતિને રક્ષા મંત્રી તરફથી મળેલી જાણકારી મળ્યા બાદ પોતાના સૈનિકોની પીઠ થપથપાવી હતી. રક્ષામંત્રીએ પુતિનને જાણકારી આપી હતી કે, સ્ટીલ પ્લાન્ટ સિવાય શહેર પર રશિયાના સેનાનું નિયંત્રણ થઇ ગયુ છે. આ યુદ્વમાં રશિયા સ્ટીલ પ્લાન્ટ પર હુમલો કર્યા વગર મારિઉપોલમાં પુરી રીતે જીત મેળવી ન શકે.
એવુ કહેવાઇ રહ્યું છે કે, આ શહેરમાં હજારી સંખ્યામાં સૈનિકો મારી ગયા છે, જેને 1 મહિનાથી રશિયાના સૈનકોએ ઘેરી રાખ્યાં હતા. આ શહેરમાં અનાજ, પાણી અને વિજણી જેવી સુવિધાઓ બંધ છે. મહત્વનું છે કે, જ્યારે આ યુદ્વની શરુઆત થઇ હતી ત્યારે મારીયુપોલ શહેરને ખૂબ નુકશાન થયુ હતુ.