Western Times News

Gujarati News

બહારથી વીજળી ખરીદવાની સાથે ઉદ્યોગોમાં એક દિવસ વીજકાપ મૂકાશે

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં વીજસંકટ તોળાઈ રહયુ છે ત્યારે ગુજરાતમાં ખેડૂતોને પુરા આઠ કલાક વીજળી મળી રહે તે માટે કિસાનસંઘે પુનઃ ઉર્જામંત્રીને રજૂઆત કરી હતી. હાલમાં યુધ્ધને કારણે કોલસાની તંગી ઉભી થઈ રહી છે ત્યારે વીજળી સરપ્લસ કરવા માટે સરકારે કમરકસી છે. જરૂર પડે બહારથી કંપનીઓ પાસેથી પાવર પરચેસ કરવાની તૈયારીઓ રાખવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના માર્ગદર્શન પ્રમાણે વીજ ઉત્પાદનમાં સારી કવોલીટીનો આયાતી કોલસો વાપરવામાં આવી રહયો છે પરંતુ રશિયા- યુક્રેન વચ્ચે યુધ્ધના કારણે કોલસો ક્યાંક તો મોંઘો પડી રહયો છે અગર તો આયાતમાં તકલીફ ઉભી થઈ રહી છે બીજી તરફ ગેસ આધારિત વીજળી ઉત્પાદન કરવુ તકલીફભર્યુ થયું છે.

હવે વીજળીની અછત ન સર્જાય તે માટે પ્રયાસો થઈ રહયા છે જરૂર પડે બહારથી પાવરની ખરીદી કરાશે તો ઉદ્યોગોમાં એક દિવસ વીજકાપ મૂકાશે.

આમ તો તેની શરૂઆત થઈ ગઈ છે તેવો દાવો થઈ રહયો છે દરરોજ અલગ અલગ દિવસ પૂરતો વીજકાપ ઉદ્યોગોમાં મુકાશે તેનાથી પ૦૦ થી ૬૦૦ મેગા વોટ વીજળી મળી શકે છે. પરિણામે ખેતીને પૂરતા સમય વીજળી મળી શકશે તેવુ અનુમાન લગાવાઈ રહયુ છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજ વપરાશ વધી રહી છે. પંખા- એરકન્ડીશનનો ઉપયોગ વધતા વીજળીની ખપત વધી રહી છે જાેકે વીજળીની સમસ્યાના કાયમી ઉકેલ માટે ‘સોલાર વીજળી’ના ઉત્પાદન પર ભાર મુકવામાં આવી રહયો છે. હાલમાં તો ખેડૂતોને વીજળી પૂરતા સમય મળી રહે તે માટે પ્રયાસો શરૂ થઈ ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.