પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે સાપ્તાહિક ઉનાળુ સ્પેશિયલ ટ્રેન
ગાંધીધામ, પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને માગણીને ધ્યાનમાં રાખીને ગાંધીધામ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે ખાસ ભાડું લઇને ઉનાળુ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો ર્નિણય લીધો છે. આ સ્પેશિયલ ટ્રેનનું વર્ણન આ મુજબ છેઃ ટ્રેન નંબર ૦૯૪૧૬/૦૯૪૧૫ ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ ચ-૧૬ ટર્નૃ ટ્રેન નંબર ૦૯૪૧૬ ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ દર ગુરુવારે ગાંધીધામથી ૦૦.૩૦ વાગ્યે ઊપડીને ૦૬.૦૦ વાગ્યે અમદાવાદ અને તે જ દિવસે બપોરે ૧૪.૨૦ વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન ૨૮ એપ્રિલ ૨૦૨૨થી ૧૬ જૂન ૨૦૨૨ સુધી ચાલશે. એવી જ રીતે ટ્રેન નંબર ૦૯૪૧૫ બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સુપફાસ્ટ સ્પેશિયલ દર ગુરુવારે બાંદ્રા ટર્મિનસથી સાંજના ૧૬.૪૫ વાગ્યે ઊપડશે અને બીજા દિવસે ૦૦.૧૫ વાગ્યે અમદાવાદ તથા સવારના ૦૬.૦૦ વાગ્યે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન ૨૮ એપ્રિલ, ૨૦૨૨થી ૧૬ જૂન ૨૦૨૨ સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશાઓમાં ભચાઉ,સામખ્યાલી, ધ્રાંગધ્રા, વીરમગામ, અમદાવાદ, વડોદરા, સૂરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં એસી ૨ ટાયર, એસી ૩ ટાયર, સ્લીપર ક્લાસ તેમજ સેકન્ડ ક્લાસના સામાન્ય કોચ હશે.
જનરલ સેકન્ડ ક્લાસના કોચનું બુકિંગ યુટીએસ દ્વારા થશે અને તેમાં અનરીઝર્વ્ડ સુપરફાસ્ટ મેલ- એક્સપ્રેસ ટ્રેનોનો નક્કી કરેલો ભાવ રહેશે. ટ્રેન નંબર ૦૯૪૧૬ તેમ જ ૦૯૪૧૫નું બુકિંગ ૨૨ એપ્રિલ ૨૦૨૨થી રેલવે રીઝર્વેશન કેન્દ્રો અને IRCTCની વેબસાઇટ પરથી શરૂ થશે. ઉપરોક્ત નો ખાસ ભાડા પર ખાસ ટ્રેન તરીકે ચાલશે. ટ્રેનોના આવવા-જવાનો સમય, રોકાણ અને સંરચના અંગેની વિસ્તૃત જાણકારી માટે https://enquiry.indianrail.gov.in/ પરથી વધારે જાણકારી મેળવી શકાય છે.