Western Times News

Gujarati News

ટ્રકચાલકે બાઈકની ઓવરટેક કરતા બાઈક સવારોએ ટ્રકને આંતરી ચાલકને માર માર્યો.

પ્રતિકાત્મક

બાઈક ચાલકોએ ટ્રકચાલકને ધમકી આપી હતી કે હવે પછી કોઈ બાઈક સવારોની ઓવરટેક કરી છે તો જાનથી મારી નાંખીશું.

(વિરલ રાણા) ભરૂચ,ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે રહેતા આકાશભાઈ મુખ્ત્યારભાઈ શેખ છેલ્લા બે વર્ષથી સાંઈનાથ ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. ગતરોજ મોડી રાત્રે આકાશ તેના કબજાની ટ્રક લઈને આશરે રાત્રિના અઢી વાગ્યાના અરસામાં કદવાલી ગામ પાછળ થઈ કાચા રસ્તા ઉપરથી ચોકી ગામ તરફ જતો હતો.કદવાલી અને ચોકી ગામ વચ્ચે બે અજાણ્યા ઈસમો બાઈક ઉપર જતા હતા તેમણે ટ્રકચાલકને ઊભા રહેવા માટે ઈશારો કર્યો હતો.

જેથી ટ્રકચાલક આકાશે તેની ટ્રક ઊભી રાખી હતી.બાઈક સવારો ટ્રકચાલકને જણાવતા હતા કે તને અમારી બાઈક દેખાતી નથી તો અમને ઓવરટેક કરે છે? તેમ કહી તે બંને જણાએ ટ્રક ડ્રાઈવરને ટ્રક માંથી ખેંચી નીચે પાડી દીધો અને ઢીકાપાટુનો મારમારી દંડા વડે સપાટા માર્યા હતા.ઈજાગ્રસ્ત ટ્રક ચાલક અંધારાનો લાભ લઈને ભાગવા લાગ્યો હતો.ત્યારે બંને બાઈક સવારો ધમકી આપતા હતા કે હવે પછી કોઈ બાઈક વાળાને ઓવરટેક કરી આગળ નીકરશે તો જાનથી મારી નાંખીશું તેમ કહી તેઓ ત્યાંથી જતા રહ્યા હતા.

ઈજાગ્રસ્ત ટ્રકચાલક આકાશને નજીકમાં આવેલ કવોરી પર ગયો હતો જ્યાં બે માણસો હાજર હતા તેમણે ટ્રકચાલકના સગાવહાલાને ફોન કરી બોલાવ્યા હતા.તેઓ આવતા ટ્રક ચાલક આકાશને અવિધા સરકારી દવાખાને લઈ ગયા હતા.ત્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.જે બાબતે આકાશ મુખ્ત્યાર શેખે બે અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.