UAEમાં પણ UPI દ્વારા ચૂકવણી થશે
નવી દિલ્હી, નવા ભારત, ડિજિટલ ભારતનો પર્યાય બની ગયેલ ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ યુપીઆઈનો વુઆપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. હવે ભારતની આ સર્વિસ સંયુક્ત આરબ અમીરાત(યુએઈ) સુધી પહોંચી ગઈ છે.
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)ની આંતરરાષ્ટ્રીય બ્રાંચ NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL)એ Mashreq બેંકની પેમેન્ટ સબસિડિયરી NEOPAY સાથે ભાગીદારી કરી છે. આ સોદા બાદ હવે UAEમાં NEOPAY દ્વારા BHIM UPIનો ઉપયોગ કરીને ચૂકવણી કરી થઈ શકશે.
એનઆઈપીએલના સીઈઓ રિતેશ શુક્લાએ જણાવ્યું કે નીયોપે સાથેની અમારી ભાગીદારી દ્વારા ભીમ યુપીઆઈ યુએઈમાં લાઇવ થવું એ અમારા અને સમગ્ર ભારત માટે ગર્વની વાત છે. આ પહેલ ભારતીય પ્રવાસીઓને ભીમ યુપીઆઈનો ઉપયોગ કરીને ચૂકવણી કરવામાં સક્ષમ બનાવશે.
શુક્લાએ જણાવ્યું હતું કે અમારા અત્યાધુનિક સોલ્યુશન્સ સાથે ડિજિટલ પેમેન્ટને સરળ બનાવવા અને સમગ્ર વિશ્વમાં યુપીઆઈને રોલ આઉટ કરવા માટે કામ કરી રહ્યાં છીએ. યુપીઆઈ શ્રેષ્ઠ રિયલ-ટાઇમ પેમેન્ટ ઇકો-સિસ્ટમ બની ગયું છે.