પંજાબમાં ખેડૂતોની આવક વધારવા NDDB આર્થિક અને ટેકનિકલ સહયોગ પૂરો પાડશે

આણંદ, પંજાબના ખેડૂતોને તેમની આવકની પૂર્તિ કરીને નાણાંકીય કટોકટીમાંથી ઉગારવા માટે રાજ્યમાં વધુ એક શ્વેતક્રાંતિ તરફ દોરી જતા નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન મીનેશ શાહે પંજાબમાં આશરે રૂ.૯૦૦ કરોડના અંદાજિત ખર્ચ સાથે ૧૨ દૂધ પ્લાન્ટ સ્થાપવાના પંજાબ સરકારના પ્રયત્નોને ટેકો આપવાની ખાતરી આપી હતી.
એનડીડીબી આણંદ ખાતે પંજાબ સરકારના પશુપાલન, ડેરી વિકાસ અને મત્સ્યપાલન મંત્રી કુલદીપસિંઘ પાલીવાલ સાથે ચર્ચા કરતાં ચેરમેન મીનેશ શાહે જણાવ્યું હતું કે એનડીડીબી પંજાબ સરકાર સાથે મળીને કામ કરશે તથા જરૂરી નાણાંકીય અને ટેકનિકલ સહાયની વ્યવસ્થાક કરશે.
રાજ્યમાં ૬,૦૦૦ ગામોને આવરી લેતા ૧૧ દૂધના પ્લાન્ટ પહેલેથી જ હોવાથઈ, આ સંખ્યા વધીને ૨૩ થઈ જશે અને તે અંતર્ગત કુલ ૧૨,૦૦૦ ગામોને આવરી લેશે. આનાથી દરરોજ વધુ ૧૦ લાખ લિટર દૂધની ખરીદી કરવામાં મદદ મળશે. પ્રદૂષણની સમસ્યાનું સમાધાન કરવા અને ડેરી ખેડૂતોને સસ્તો ખોરાક પ્રદાન કરવા માટે પંજાબ સરકાર ગંગાનગર અને કોલ્હાપુરમાં સફળતાપૂર્વક કાર્યરત ૨ પ્લાન્ટની જેમ અમૃતસરમાં ટોટલ મિકસ્ડ રાશન (ટીએમઆર) પ્લાન્ટની સ્થાપના કરશે,
જેો અંદાજિત ખર્ચ રૂ.૮૦ કરોડ છે. એનડીડીબી તમામ જરૂરી સહાય પૂરી પાડશે. આ પાકના અવશેષોને બાળી નાંખવાની સમસ્યા હલ કરવામાં પણ મદદ કરશે. એનડીઆરઆઈની જેમ ડેરી ક્ષેત્રે શિક્ષણ આપવા માટે એનડીડીીએ પંજાબમાં પણ આ જ પ્રકારની સંસ્થા વિકસાવવા માટેની દરખાસ્ત તૈયાર કરવામાં સાથ-સહકારની ખાતરી આપી છે.
મંત્રી કુલદીપસિંઘે પંજાબને ઉપરોક્ત સહાય આપવાની ખાતરી આપવા બદલ એનડીડીબીના ચેરમેનનો આભાર માન્યો હતો.
આણંદ એનડીડીબીને ૧૯૮૦માં બ્રિટિશ વડાપ્રધાને કોમ્પ્યુટરની ભેટ આપી હતી
આણંદ, અમૂલને સાંકળતો ઓપરેશન ફ્લડ કાર્યક્રમ ૧૯૭૦માં શરૂ થયો હતો. આ ઓપરેશન ફ્લડે ડેરી ઉદ્યોગ સાથે જાેડાયેલા ખેડૂતોને વિકાસની નવી દિશા દર્શાવી હતી. એનડીડીબીએ ૧૯૭૦માં ઓપરેશન ફ્લડની શરૂઆત કરી હતી અને એના પગલે ભારત દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બની ગયો હતો.
૩૦મી નવેમ્બર એનડીડીબીની મુલાકાત સમયે કમ્પ્યુટરની ભેટ આપી હતી. જેનાથી ડો.વર્ગીસ કુરિયને ૧૦૭૦માં ઉપાડેલી ટેકનોલોજી ઝુંબેશને વેગ મળ્યો હતો. જે તે સમયે પ્રિન્સ ઓફ વેલ્સે આણંદ સ્થિત એનડીડીબીની મુલાકાત લીધી હતી. એનડીડીબીને બ્રિટીશ સરકારે કમ્પ્યુટરની જે ભેટ આપી હતી તે તકતીનું તેમણે અનાવરણ કર્યુ હતું.