Western Times News

Gujarati News

ભરૂચ: જાહેર માર્ગ ઉપર તોફાને ચડેલા આંખલાઓએ વાહનચાલકો અને લોકોને અડફેટે લીધા.

જાહેર માર્ગો ઉપર તોફાને ચડેલા આંખલાઓના કારણે સ્થાનિક રહીશોમાં નાસભાગ તો વાહનચાલકો પોતાના વાહનો મુકી ભાગવું પડ્યું.

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ શહેરમાં વાહન ચાલકોને અડચણરૂપ ઉભા રહેતા આંકડાઓ તોફાને ચડતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.પશ્ચિમ વિસ્તારના લીમડી ચોક વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર જે આંખલાઓ તોફાને ચડતા વાહન ચાલકો રાહદારીઓ અને સ્થાનિકોમાં નાસભાગ મચી ગયો હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે અને વીડિયોમાં કેદ થયા બાદ પણ નગરપાલિકા આખલાઓને પાંજરે પુરે તેવી માંગ ઉઠી છે.

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં જાહેર માર્ગો ઉપર જ આંખલાઓ તોફાને ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.રોજે રોજ જાહેર માર્ગો ઉપર તોફાને ચડતા આંખલાઓના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.ત્યારે ભરૂચના લીમડી ચોક વિસ્તારના જાહેર માર્ગો પર તોફાને ચડેલા આખલાઓના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.ત્યારે આંખલાઓ તોફાને ચડેલા હોય વાહનચાલકો સાથે રાહદારીઓને અડફેટમાં લેતા વાહનોને મોટું નુકસાન થયું છે.પરંતુ ભરૂચ નગરપાલિકા રખડતા ઢોરોને પાંજરે પુરવામાં સદંતર નિષ્ફળ રહેતા જાહેર માર્ગો ઉપર રખડતા ઢોરોના કારણે લોકોનું જોખમ ઊભું થયું છે.

આ વિસ્તારમાં રોજેરોજ આંખલાઓ તોફાને ચડતા વાહનોને પણ નુકસાન પણ કરે છે.વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પાલિકા પણ હવે જાડી ચામડીના થઈ ગયા છે મારી ગાડીને મોટું નુકસાન કર્યું છે અને ઘણા વાહનોને નુકસાન કરી રહ્યા છે.ત્યારે રખડતા ઢોરને પાંજરે પુરવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

ભરૂચ શહેરમાં વારંવાર આંખલાઓ તોફાને ચડતા લોકોના જીવ નું જોખમ ઊભું થયું છે અને ભૂતકાળમાં લોકોએ જીવ ગુમાવ્યા છે અને કેટલા ઈજાગ્રસ્તો પણ થયા છે.પરંતુ જ્યારે દુર્ઘટના સર્જાય ત્યારે નગરપાલિકા દેખાવા પૂરતી કામગીરી કરતી હોય છે તેવા આક્ષેપ સાથે સ્થાનિક નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલાએ પાલિકા સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો જાહેર માર્ગ ઉપર આખલાઓ તોફાને ચડી રોડ ઉપર દોરતા નાના બાળકોમાં પણ ભાગમભાગના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા કુંભકર્ણ નિંદ્રા માંથી તંત્ર જાગૃત થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા  છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.