ગોધરાના લીલેસરા ખાતે આવેલ MGVCL માં ભીષણ આગ લાગી ..
ગોધરા,ગોધરાના લીલેસરા ખાતે આવેલા એમજીવીસીએલ કચેરીના પરિસરમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી.આગે અચાનક જ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ભારે નુકસાન થવાની શક્યતાઓ જોવા મળી રહી છે . આગ લાગતાં જ ગોધરા નગરપાલિકા ફાઈર બ્રિગેટ ની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવા સાથે કાલોલ અને હાલોલ ફાયર ફાઈટર ટીમને મદદ માટે જાણ કરી આગને કાબૂમાં લીધી હતી .
લીલેસરામાં આવેલ MGVCL ની કચેરીના પરિસરમાં શુક્રવારની બપોરે પવન ફુકાતાં વિજવાયરમાં તણખા થતાં આગ લાગી હતી . પવનના લીધે આગ પ્રસરતાં કચેરીના કમ્પાઉન્ડમાં મુકેલા ઉપકરણો ઝપટમાં આવી ગયા હતા . આગ લાગ્યાની જાણ અધિકારીને થતા આગને કાબુમાં લેવા સ્થાનિક પ્રયાસ બાદ તુરંત જ ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરતા ગોધરા પાલિકાના ફાયર ફાઇટર તાત્કાલીક ઘટના સ્થળે પહોચી લાશ્કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો . પરંતુ પવને આગને સાથ આપતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી એજીવીસીએલના વાયરના બંડલો સહિત વિજ ઉપકરણો પણ ઝપેટમાં લઇ લીધા હતા .
આગના ધુમાડાના ગોટે ગોટા દુર દુર સુધી દેખાતા શહેરીજનો અચંબામાં મુકાઇ ગયા હતા . આગના વિકરાળ સ્વરૂપને લઇને તથા સુરક્ષાના કારણોસર શહેરનો વિજ પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો હતો . આગને કાબુમાં લેવા તાત્કાલીક હાલોલ , કાલોલ સહિત ખાનગી કંપનીના ફાયર ફાયરો જાણ કરી દેવામાં તમામ ફાયર ફાયટરો ધટના સ્થળે આવી પહોચ્યા હતા . ફાઈટરો એ ચારે બાજુથી પાણીનો જોરદાર મારો ચલાવતા ભારે જહેમત બાદ કલાકો બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો . 20 થી વધુ ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેતાં શહેરમાં લાઇટો આવતા શહેરીજનોને હાશકારો થયો હતો . આગને પગલે એમજીવીસીએલને લાખોના નુકસાનીનો અંદાજ સેવાઇ રહ્યો છે.
તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા