મનરેગામાં ભ્રષ્ટાચાર અને ખોટા જોબકાર્ડ બાબતે કરાર આધારિત 2 કર્મચારીઓને ફરજ મુક્ત કરાયા
ગોધરા તાલુકાના વાવડી બુઝર્ગ ગ્રામ પંચાયતમાં મનરેગામાં ભ્રષ્ટાચાર અને ખોટા જોબકાર્ડ બાબતે કરાર આધારિત બે કર્મચારીઓને ફરજ મુક્ત કરાયા.
(ટેકનીકલ આસિસ્ટન્ટ એ.જી.ધીંગા અને ગ્રામ રોજગાર સેવક વર્ષાબેન સોલંકીને ફરજ મુક્ત કરાયા)
ગોધરા,ગોધરા તાલુકાના વાવડી બુઝર્ગ ગ્રામ પંચાયતમાં મનરેગા યોજનામાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે અરજદાર દ્વારા લેખિત રજુઆત કરાઈ હતી . જીલ્લા વિકાસ અધિકારી દ્વારા ભ્રષ્ટાચાર અંગેની તપાસ માટે આદેશ બાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ટીમ બનાવીને મનરેગાના કામોની તપાસ સોંપવામાં આવેલ તપાસમાં ગ્રામ પંચાયતમા ૨૦૧૭ થી ૨૦૨૨ ના સમયગાળા દરમિયાન મનરેગા અંતર્ગત કરવામાં આવેલ કામોના હિસાબમાં વિસંગતતા સામે આવતા તાલુકા પંચાયત કચેરીમાં ટેકનીકલ આસીસ્ટન્ટને ખોટી એમ.વી. લખવા માટે જવાબદાર ઠેરવી ફરજ મુકત કરવાનો હુકમ કરવામાં આવ્યો . જ્યારે મનરેગા ગ્રામ રોજગાર સેવકને ખોટા જોબકાર્ડ બનાવી મસ્ટરમાં ખોટી હાજરી પુરી નાણાંની ઉચાપત માટે જવાબદાર ઠેરવીને ફરજ મુકત કરવામાં આવ્યા .
આમ વાવડી બુઝર્ગ મનરેગાના કામોના ભ્રષ્ટાચારમાં ફરજ મુકત બે કર્મચારીઓને કરવામાં આવ્યા .ગોધરા તાલુકાના વાવડી બુઝર્ગ ગ્રામ પંચાયતમાં મનરેગા યોજનામાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે અરજદાર દ્વારા રાજેન્દ્રસિંહ રાઉલજી દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરાઈ હતી . મનરેગાના ભ્રષ્ટાચાર બાબતે જીલ્લા વિકાસ અધિકારી દ્વારા ગોધરા તાલુકા વિકાસ અધિકારીને તપાસ સોંપવામાં આવતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ ટીમને બનાવીને તપાસ સોંપવામાં આવી હતી .
તપાસ દરમિયાન વાવડી બુઝંગ ગ્રામ પંચાયતમા વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૨ સમયગાળા દરમિયાન મનરેગા અંતર્ગત થયેલ કામો પૈકી હરસિધ્ધી સોસાયટીમાં પેવર બ્લોક ૧,૬૨,૮૧૦ / -રૂપીયા , ખુમાનભાઈના ઘર થી જીતુભાઈના ઘર સુધી પેવર બ્લોકનું કામ રૂપીયા ૭૫,૩૭૫ / – , આંગણવાડી પેવર બ્લોકનું કામ રૂપીયા ૭૨,૩૬૦ / – , હાઈવે રોડ થી વૃધ્ધાશ્રમ સુધીના પેવર બ્લોકનું કામ રૂપીયા ૬૦,૦૦૦ / -મળી રૂપીયા ૩,૭૦,૮૪૫ / નું તપાસ નાણાંકીય વિસંગતતા જોવા મળેલ છે .
જે કામ પૂર્ણ બતાવીને સરકારી નાણાંની નાણાંકીય ઉચાપત માટે વર્ષ એપ્રિલ ૨૦૧૭ થી જુન ૨૦૧૯ અને ઑગસ્ટ ૨૦૨૧ થી ઓકટોબર ૨૦૨૧ ના સમયગાળમાં ગોધરા તાલુકા પંચાયતમાં ટેકનીકલ આસીસ્ટન્ટ એ.જી.ધીંગા એ ખોટી એમ.વી.લખવા અંગે જવાબદાર કરતા ટેકનીકલ આસી.ની કરાર આધારીત કામગીરી માંથી ફરજ મુકત કરવામાં આવ્યા .
જયારે મનરેગા અંતર્ગતના કામોમાં ખોટા જોબકાર્ડ બનાવવા આવ્યા હોવાની રજુઆત કરાઈ હતી . તેની તપાસમાં વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષમાં ૨,૩૨૮ / – , વર્ષ ૨૦૧૯-૨૦માં ૨,૬૮૮ / , વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૦,૦૭૬ / રૂપીયા મળી ૨૧,૯૯૨ / રૂપીયાને મજુરી પેટે ચુકવવામાં આવેલ હતા . જે નાણાંકીય ઉચાપત ગણી ગ્રામ રોજગાર સેવક વર્ષાબેન કનુભાઈ સોલંકીના ૨૦૧૭ થી ૨૦૨૨ સુધી ૫ વર્ષ ૩ માસના સમયગાળા દરમિયાનના સમયગાળામાં ખોટ જોબકાર્ડ બનેલ હોવા માટે જવાબદાર ગણી કરાર આધારીત નિમણૂંક અંતર્ગત નાણાકીય અનિયમતિતા , ગંભીર ગેરરીતિ અને ગુનાહિત ગેરવર્તણૂંક માટે વર્ષાબેન કનુભાઇ સોલંકીને ફરજ મુકત કરવાનો હુકમ કરવામાં આવ્યો .