વલસાડ હાઈવે પર હોટેલમાં પાર્ક કરેલી કારમાં આગ
વલસાડ, દિલ્હીથી મુંબઈ કાર લઇને જઈ રહેલા શેખ પરિવારના ત્રણ સભ્યો વલસાડ હાઇવેના પારનેરા સુગર ફેક્ટરી નજીક આવેલી હોટલ બહાર પાર્કિંગમાં કાર ચાલુ રાખી અંદર ઊંઘી રહ્યા હતા.
આ દરમિયાન સર્વિસ રોડ પરથી પસાર થતા એક રાહદારીએ કારમાં આગ લાગી હોવાનું જાેતા તેમણે કારમાં સુતેલા સભ્યોને જગાડ્યા હતા. જેથી તાત્કાલિક તમામ સભ્યો કારમાંથી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. આ ઘટના અંગે વલસાડ ફાયર અને વલસાડ રૂરલ પોલીસની ટીમને જાણ થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ આગને કાબુમાં લીધી હતી.
જાેકે, આ ઘટનામાં કાર બળીને ખાખ થઇ ગઇ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. મુંબઈના મીરા રોડ વિસ્તારમાં રહેતા હુસેન શેખ તથા તેમના પરિવાર પોતાની કારને લઈ દિલ્હી ગયા હતા અને દિલ્હીથી ગત રાત્રીએ મુંબઈ આવવા નીકળ્યા હતા.
આ દરમિયાન વલસાડ નજીકના પારનેરા પારડી હાઇવેના સુગર ફેક્ટરી નજીક આવેલી એક હોટલના પાર્કિંગમાં કાર પાર્ક કરી આરામ કરવા માટે કાર ચાલુ રાખી પરિવારના ત્રણ સભ્યો ઊંઘી ગયા હતા.
આ દરમિયાન કારના એન્જિનમાં આગ લાગી ગઈ હતી. જાેકે, કારમાં ઊંઘી રહેલા પરિવારના સભ્યોને ઘટનાની ભનક પણ આવી ન હતી. પરંતુ એક રાહદારીની નજર કારમાંથી નીકળતા ધુમાડા ઉપર પડતા તેમણે તાત્કાલિક કારમાં ઊંઘી રહેલા પરિવારના સભ્યોને જગાડી તમામને બહાર કાઢ્યા હતા.
જેથી રાહદારીની સજાગતાને લઈને કારમાં સુતેલા પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના અંગે વલસાડ ફાયર બ્રિગેડ અને વલસાડ રૂરલ પોલીસની ટીમને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે ધસી આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ આગની ઘટનામાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી અને કારની અંદર રાખેલા કપડાં તથા અન્ય સામાન પણ બળી ગયો હતો.
જાેકે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. કારમાં ભીષણ આગ ફાટી નિકળી તે પહેલાં હોટલ કર્મી,માલિક અને રાહદારીની નજર કાર પર પડી જતાં ધૂમાડો જાેતાં જ તેઓએ દોડી આવી કારમાં સૂતેલા મુંબઇના મહિલા સહિત ત્રણેને ઉઠાડી બહાર કાઢી દીધા હતા.SSS