આતંકવાદ વિરૂધ્ધ મોદી સરકારની ઝીરો ટોલરન્સની નીતિઃ અમિત શાહ

નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહે ગુરુવારે કહયું હતું કે, આતંકવાદ માનવઅધિકારીના ભંગનું સૌથી મોટેં રૂપ છે. અને આતંકવાદ વિરૂધ્ધ કાર્યવાહી માનવઅધિકારીથી વિપરીત ન થઈ શકે. National Investigation Agency NIAના ૧૩મા સ્થાપના દિવસ પ્રસંગે પોતના સંબંધનમાં શાહે કહયું હતું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ માટે ફન્ડીગ વિરૂધ્ધ અને તે લોકો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરાઈ છે.
જેમણે આતંકવાદીઓની મદદ કરી હતી અને સમાજમાં સન્માનપૂર્વક રહેતા હતા. અમીત શાહે આતંકવાદ સમાજ માટે સૌથી મોટો અભિશાપ છે અને જાે કોઈ દેશ છે જે આતંકવાદી સૌથી વધારે પીડીત છે, તો તે ભારત છે. માનવ અધિકાર સંગઠનો સાથે મારા કેટલાક મતભેદ છે.