દુનિયાનો સૌથી વધુ લંબાઈ ધરાવતો પરિવાર અમેરીકામાં

નવીદિલ્હી,અમેરીકાના મીનીસોટામાં વસતા ‘ટ્રેપ’ પરીવારના પ્રત્યેક સભ્યએ Guinness Book Of World Records માં સ્થાન મેળવી લીધું છે. તેનુ કારણ છે. પ્રત્યેકની લંબાઈ હકીકત એવી છે કે, આ પરીવારના પાંચ સભ્ય સ્કોટ, કિસી, સવાના મૌલી અને એડમની સરેરાશ ઉંચાઈ ર૦૩.ર૯ સે.મી. એટલે કે ૬ ફૂટ ૮.૦૩ ઈંચ છે ગીનીઝ વર્લડ રેકોર્ડ મુજબ ટ્રેપ પરીવાર દુનિયામાં સૌથી વધુ ઉંચાઈ ધરાવતો પરીવાર છે. ઉંચા કુટુંબ ના સભ્ય એડમ ટ્રેપની લંબાઈ ૭ ફૂટ ૩ ઈંચ છે. ત્રણ સંતાનની માતા કિસીના લંબાઈ ૬ ફૂટ ૩ ઈંચ છે, જે ટ્રેપ કુટુંબમાં સૌથી નાની લંબાઈ છે. હાડકાંના તબીબ ડો.એમાસુધેહે સટીક લંબાઈ જાણવા માટે આખા કુટુંબનુંદિવસમાં ત્રણવાર માપ લીધું હતું.