ટ્રુ કલર ટેકનોલોજી સાથે સંપૂર્ણ નવું ડ્યુલક્સ વેલ્વેટ ટચ લોન્ચ કરાયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/04/Dulux-1024x683.jpg)
નવી દિલ્હી, એક્ઝોનોબેલ ઈન્ડિયાની ફ્લેગશિપ ડેકોરેટિવ પેઈન્ટ બ્રાન્ડ ડ્યુલક્સ દ્વારા આજે ભારતના ગ્રાહકો માટે કલર ઈનોવેશનની નેક્સ્ટ જનરેશન રજૂ કરવામાં આવી હતી.
ડ્યુલક્સના આઈકોનિક વેલ્વેટ ટચ અલ્ટ્રા- લક્ઝરી ઈન્ટીરિયર ઈમલ્ઝન્સ હવે સંપૂર્ણ શ્રેણી (ડ્યુલક્સ વેલ્વેટ ટચ ડાયમંડ ગ્લો, ડ્યુલકસ, વેલ્વેટ ટચ પર્લ ગ્લો અને ડ્યુલક્સ વેલ્વેટ ટચ પ્લેટિનમ ગ્લોની)માં ટ્રુકલર ટેકનોલોજીની ધાર સાથે પાવર- પેક્ડ આવે છે.
ડ્યુલક્સની આ નવી ઓફર વિશે બોલતાં એક્ઝોનોબલ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ રાજગોપાલે જણાવ્યું હતું કે “ડ્યુલક્સ વેલ્વેટ ટચ પેઈન્ટની ઉત્તમ ગુણવત્તાનુ પ્રતીક છે. ભારતીય ગ્રાહકો તેમનાં ઘરોનો કાયાકલ્પ કરવા માટે વધુ ને વધુ સમય વિતાવી રહ્યા છે ત્યારે દીવાલો સ્વ- અભિવ્યક્તિની કેન્વાસ બની ચૂકી છે.
ડ્યુલક્સ ઈન્ડિયા હવે ગ્રાહકોને કલર્સ થકી ફૂલવાફાલવા માટે સશક્ત બનાવશે. અમને ટ્રુકલર ટેકનોલોજી સાથે સંપૂર્ણ નવું ડ્યુલક્સ વેલ્વેટ ટચ રજૂ કરવાની ખુશી છે. અલ્ટ્રા- સ્મૂધ ફિનિશ સાથે સઘન સમૃદ્ધ કલર્સનું આ અમારું વચન છે, જેથી દરેક રહેવાની જગ્યા ઘર જેવો અહેસાસ આપે.”
વૈશ્વિક સમકાલીન ડિઝાઈન થીમો દ્વારા પ્રેરિત ટ્રુકલર અલ્ટ્રા- સ્મૂધ ફિનિશ માટે ઉત્કૃષ્ટ સામગ્રીઓ અને કલર પિગમેન્ટ્સ સાથે બનાવવામાં આવેલાં સઘન સમૃદ્ધ કલર્સની ખાસ તૈયાર કરાયેલી પેલેમાં જીવન લાવે છે. એક્જોનોબેલનું એમ્સ્ટરડેમ ખાતે ગ્લોબલ એસ્થેટિક સેન્ટરે ત્રણ ડિઝાઈન પેલે- એસેન્શિયલ, એસેન્ટ અને એટમોસ્ફિયરમાં પોતાની કલર નિપુણતાને ઝબકોળી છે.
એસેન્શિયલ કલર પેલે સમકાલીન ક્લાસિક્સ પર આધુનિક છાંટ છે. રોમેન્ટિક પિંકથી વોર્મ પીચ, કોટન બ્લોસમથી ક્રિસ્પ લિનેન, લોફ્ટી ડ્રીમથી વર્ચ્યુઅલ રિયાલિટી સુધી વોર્મ અને લાઈટ ટોન્સ સાથે પૂરક વ્હાઈટ્સ અને ન્યુટ્રલ્સ એકત્ર આવીને અત્યંત સ્લીક, સેરિન, રોમેન્ટિક અને મનોહર સ્પર્શ આપે છે.
તાજપીપૂર્ણ, હલકું, હવાદાર, ખુશમિજાજી અને ઊર્જાસભર એ એસેન્ટની કલર પેલેની ઓળખ છે. ટ્રેન્ડી ઓરેન્જીસ, જેમ કે, મેરિગ્લોડ બ્લોસમ તાજગીપૂર્ણ ગ્રીન, સની યેલો અને ચિયરફુલ બ્લુઝ સાથે એકત્ર આવે છે. આખો રૂમ હોય કે એસેન્ટ વોલ, આ કલર્સ રોમાંચ સાથે તમારી રહેવાની જગ્યાને પરિપૂર્ણ કરે છે, જે ચૂકી જવાનું અશક્ય છે.
અર્ધી બ્રાઉન્સ, વોર્મ રેડ્સ, રિચ ગ્રીન્સ અને ડીપ બ્લુઝનું એટમોસ્ફિયર પેલે આરામદાયક, ઉષ્માસભર અને નિર્ભરક્ષમ છે. જંગલ, મહાસાગર અને આકાશ દ્વારા પ્રેરિત આ પેલે સાથે નિસર્ગની બેસુમાર ભવ્યતામાં તે ગળાડૂબ છે. ટ્રુકલર ટેકનોલોજીની નવી ડ્યુલક્સ વેલ્વેટ ટચ રેન્જ હવે ભારતભરમાં ખરીદી માટે ઉપલબ્ધ છે.
આ અજોડ પરિમાણને જીવંત લાવવા માટે ડ્યુલક્સે નવી ટીવીસી ડ્યુલક્સ વેલ્વેટ ટચ – ફીલ્સ લાઈક હોમ રજૂ કરી છે. નામાંકિત ડાયરેક્ટર ગૌરી શિંદે દ્વારા દિગ્દર્શિત આ ટીવીસીમાં મૃણાલ ઠાકુર અને રોનિત રોય પિતા- પુત્રીની જોડી તરીકે જોવા મળશે. ફિલ્મ ટ્રુ કલર ટેકનોલોજી સાથે ડ્યુલક્સ વેલ્વેટ ટચ આધુનિક દિવસના સંબંધોને નજીક લાવવામાં રંગબેરંગી ભૂમિકા કઈ રીતે ભજવે તે પ્રગતિશીલ વિચારને રંગે છે.