ફરી એક વખત શ્રીલંકાની મદદે આવ્યુ ભારત: 50 કરોડ ડોલરની લોન મંજૂર કરી
નવી દિલ્હી, આર્થિક રીતે બેહાલ બની ગયેલા શ્રીલંકાને ભારતે ફરી મદદ કરી છે. ભારતે શ્રીલંકાને ઓઈલ ઈમ્પોર્ટ કરવા માટે વધારાના 50 કરોડ ડોલરની લોનની સુવિધા મંજૂર કરી છે.
શ્રીલંકા માટે આ પેકજ મહત્વનુ છે. કારણકે હાલમાં તે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસે બેલ આઉટ પેકેજ માંગી રહ્યુ છે.જેમાં સમય લાગે તેમ છે. આ પેકેજ મળે ત્યાં સુધીમાં ફ્યુલ ઈમ્પોર્ટ કરવા માટે શ્રીલંકાને ભારતે કરેલી નાણાકીય મદદ કામ લાગશે.
શ્રીલંકા પોતાનુ દેવુ અને આયાત થતી વસ્તુઓનુ પેમેન્ટ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યુ છે. જેના કારણે મોંઘવારીમાં પણ ઉછાળો આવી રહ્યો છે.
શ્રીલંકાએ કહ્યુ છે કે, ભારતે અમને વધારાના 50 કરોડ ડોલરની લોન આપવા માટે સમંતિ આપી છે. આ સિવાય બીજા એક અબજ ડોલરની લોન આપવા માટે વિચારણા કરી રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાએ આગામી પાંચ વર્ષમાં 25 અબજ ડોલરનુ દેવુ ચુકવવાનુ છે. જેમાંથી સાત અબજ ડોલર તો તેણે આ વર્ષે જ આપવાના થાય છે.