દિલ્હી પછી હરિયાણા-કેરળમાં કોરોનાના કેસ વધ્યા
કેરળ, દેશમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. સતત ચોથા દિવસે દેશમાં Coronaના બે હજારથી વધારે કેસ નોંધાયા છે. આ પહેલાંના દિવસે દેશમાં Coronaના 2527 કેસ નોંધાયા હતા અને 33 લોકોનાં મોત થયાં હતાં. છેલ્લે, કેસ ઘટ્યા ત્યારે 17 માર્ચના રોજ 2528 કેસ નોંધાયા હતા.
દેશમાં એક્ટિવ કેસ, એટલે કે જેમની સારવાર ચાલી રહી છે તેવા દર્દીઓની સંખ્યા 15,079 છે. એક્ટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ચોથી લહેરની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ દરમિયાન તામિલનાડુનાં સ્વાસ્થ્ય સચિવ જે. રાધાકૃષ્ણને શનિવારે જણાવ્યું હતું કે IIT મદ્રાસમાં અત્યારસુધી કુલ 55 Covid પોઝિટિવ કેસ નોંધાયા છે. તામિલનાડુમાં શુક્રવારે 57 લોકો પોઝિટિવ આવ્યા હતા, જ્યારે ગુરુવારે આ સંખ્યા 39 હતી. જે. રાઘાકૃષ્ણને ગુરુવારે IIT મદ્રાસ કેમ્પસની મુલાકાત પણ લીધી હતી.
રાજધાની દિલ્હી સાથે દેશનાં મુખ્ય રાજ્યોમાં પણ Coronaના કેસ વધ્યા છે. દિલ્હીમાં શુક્રવારે 1042 કેસ નોંધાયા છે. પોઝિટિવિટી રેટ 4.64% રહ્યો. છેલ્લે, 10 ફેબ્રુઆરીના રોજ આટલા કેસ નોંધાયા હતા. દિલ્હીમાં શુક્રવારે જાહેર સ્થળો પર માસ્ક ફરજિયાત કરી દેવાયું છે. ન પહેરનારને 500 રૂપિયાનો દંડ પણ કરાશે.