Western Times News

Gujarati News

વાતારવણમાં થતા પલ્ટાને કારણે કેરીના પાકને નુકશાન

ભરૂચ જીલ્લામાં આંબા ઉપર કેરીના આવતા ફૂલો કરમાવા સાથે ડાળખીઓ પણ કૂણી થતા ખરી પડી.

માવઠા સહિત ધુમ્મસિયા વાતાવરણ અને વારંવાર વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતોના પાકોને નુકશાન : કેરીનો પાક નિષ્ફળ જવાના કારણે કેરીની સિઝનમાં ખાટી – મીઠી કેરી પણ કડવી લાગશે.

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં અચાનક પલ્ટો આવી રહ્યો છે.જેના કારણે વિવિધ ખેતીને નુકશાન થઈ રહ્યું છે.ત્યારે ઉનાળાની સિઝનમાં કેરીનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થતું હોય છે.પરંતુ ભરઉનાળે ધુમ્મસિયા વાતાવરણ અને ભેજનું પ્રમાણ વધતા કેરીના પાકને મોટું નુકશાન થઈ રહ્યું છે.ત્યારે કેરીના આંબા ઉપર કેરીના ફૂલો કરમાઈ જતા ખેડૂતોને નુકશાન થવા સાથે આ વખતે કેરી પણ મોંધી બનશે અને સાથે ખાટી – મીઠી કેરી લોકોને આવ વખતે કડવી લાગનાર છે.


ભરૂચ જીલ્લામાં ખેડૂતો વિવિધ પ્રકારની ખેતી કરતા હોય છે અને ઉનાળાની સિઝનમાં સારી ખેતી થવાની આશાઓ સાથે ખેડૂતો ખેતી કામમાં ભરઉનાળે જોતરાઈ જતા હોય છે.પરંતુ ખેડૂતોના પરસેવાની ખેતી ઉપર કુદરતની વિવિધ આફતી પાયમાલ કરતી હોય છે.ભરઉનાળાની સિઝનમાં માવઠા સહિત વાતાવરણ ના કારણે ભેજનું પ્રમાણ વધુ રહેતા પોતાના ખેતરોમાંઆંબાની ખેતી કરતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે.કારણકે ભરઉનાળે ધુમ્મસિયા વાતાવરણના કારણે આંબા ઉપર કેરીના ઉત્પાદન સ્થળે ફૂલો કરમાઈ જતાઆ સિઝનમાં કેરીનું ઉત્પાદન ઓછું થવાના કારણે કેરી મોંધી પણ થઈ શકે છે.તો ઉનાળાની સીઝનમાં કેરીના પાકને અનુકૂળ વાતાવરણ ન રહેતા કેરીઓના મોળ ખળી જવા સાથે કેરી પણ ખરી રહી છે.જેના કારણે આ વખતે ખાટી – મીઠી કેરી કડવી લાગશે તેમ ખેડૂત હેમેન્દ્ર કોઠીવાલાએ જણાવ્યું હતું.

તો કેરીની ખેતીને નુકશાન અંગે ખેતી તજજ્ઞ નિર્મલસિંહ યાદવે જણાવ્યું હતું કે તાજેતરમાં પ્રથમ વખત ઉનાળાની સીઝનમાં વાતાવરણમાં પલ્ટો આવતો હોય અને ધુમસીયા વાતાવરણને કારણે કેરીના પાકને નુકશાન થઈ રહ્યું છે અને આંબાવાડિયા ખાલી થઈ રહ્યા છે.આવા સંજોગોને કારણે આ વખતે કેરીનું ઉત્પાદન ઘટવાના કારણે ભાવ વધારો પણ થશે.ઘણા વેપારીઓએ ખેડૂતોના આંબા ભાડે લીધા છે તે પણ રદ્દ કર્યા છે.ત્યારે આવા સંજોગોમાં ખેડૂતો ઉપર ખુબ મોટો માર પડવાનો છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે કેરીના પાકને વાતવરણ અનુકૂળ ન રહેતા કેરીના પાકોને મોટુ નુકશાન થયું છે તો કેટલાક વેપારીઓ વધુ નફો કમાવવાની લ્હાયમાં કેરીમાં કાર્બાઈડ પાવડરની પડીકી મૂકી કેરીઓ પકવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે.ત્યારે ભરૂચના ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા યોગ્ય અને તાત્કાલિક ચેકીંગ હાથ ધરવામાં આવે તે જરૂરી છે.નહિ તો લોકોના આરોગ્ય સાથે ચેડા થતા અટકાવી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.