બિહાર: અમિત શાહની હાજરીમાં એકસાથે 77,700 તિરંગા લહેરાવાયા
પટના, બિહારે Amit Shahની હાજરીમાં 77 ,700 તિરંગા લહેરાવીને પાકિસ્તાનનો રેકોર્ડ તોડ્યો છે. સ્વતંત્રતા સંગ્રામના મહાન નાયક બાબુ વીર કુંવર સિંહના વિજયોત્સવ પર ભોજપુરના જગદીશપુરમાં આ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ પહેલાં આ રેકોર્ડ પાકિસ્તાનના નામે હતો. આ કાર્યક્રમમાં 5 મિનિટ સુધી ધ્વજ ફરકાવવામાં આવ્યા હતા.
અમિત શાહે પોતાના સંબોધનની શરૂઆત ભારત માતા કી જયના નાદ સાથે કરી હતી. જગદીશપુરની ભૂમિને યુગપુરુષની ભૂમિ ગણાવતાં તેમણે કહ્યું, ‘મેં હેલિકોપ્ટરમાંથી જોયું કે અહીંથી પાંચ-પાંચ કિમી સુધી લોકોના હાથમાં તિરંગા છે. સ્થળ કરતાં વધુ લોકો રસ્તા પર વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા છે.
વીર કુંવર સિંહને શ્રદ્ધાંજલિ આપતાં શાહે કહ્યું હતું કે ‘ઈતિહાસે બાબુ કુંવર સિંહને અન્યાય કર્યો છે. તેમની બહાદુરી મુજબ તેમને સ્થાન આપવામાં આવ્યું ન હતું.
આજે બિહારના લોકો ફરી એકવાર તેમનું નામ અમર કરી રહ્યા છે. 58 વર્ષથી હું અનેક પ્રકારની રેલીઓમાં ગયો છું, પરંતુ આરામાં દેશભક્તિનો આ માહોલ જોઈને હું અચરજ થઈ ગયો છું. આવો કાર્યક્રમ જીવનમાં ક્યારેય જોયો નથી.
આ દરમિયાન તેમણે જગદીશપુરમાં કુંવર સિંહની યાદમાં ભવ્ય સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી. સાથે જ તેમણે કેન્દ્રીય મંત્રી આર.કે.સિંહની માગ પર સહમતી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે 1857ના સ્વતંત્રતા સંગ્રામના લડવૈયાઓની યાદમાં એક સ્મારક બનાવવામાં આવશે, સાથે જ પીએમ નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યા હતા.
તેમણે કહ્યું હતું, ‘PM Modi 123 કરોડ લોકોને મફતમાં વેક્સિનેશન ન કરાવ્યું હોત તો કોરોના મહામારીને કારણે ઘણા લોકોનાં મોત થયાં હોત. ધનિકોને તો વેક્સિન મેળવી લેત, પણ દલિતો, આદિવાસીઓ, શોષિતોને ક્યાંથી મળત? પરંતુ મોદીજીએ બે વેક્સિન મફતમાં અપાવીને સુદર્શનનું સુરક્ષાચક્ર બનાવવાનું કામ કર્યું છે.