જગતજનની શ્રી મહાકાળી માતાજીના ભવ્ય મંદિર નો જીર્ણોદ્ધાર આવનાર 5 દિવસમાં પૂર્ણ થશે
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાજીના ભવ્ય મંદિર નો જીર્ણોદ્ધાર પૂર્ણ થવાની આરે છે. ત્યારે મંદિરના શિખર ઉપર ચઢાવવામાં આવનાર કળશ તેમજ ધ્વજદંડ ઉપર નિષ્ણાંત કારીગરો દ્વારા સોનાનો ઢોળ ચઢાવવાની કામગીરી હાલ પુરજોષમાં ચાલી રહી છે. અને આવનાર પાંચ દિવસમાં પૂર્ણ થશે. તેમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળી આવ્યું છે. જ્યારે ૭૦૦ વર્ષ બાદ આ મંદિર ઉપર આવનાર દિવસોમાં ધ્વજારોહણ કરવામાં આવનાર છે.
પાવાગઢ ડુંગર ઉપર નિજ મંદિર ના જીર્ણોદ્ધાર માટે પરિસરની આજુબાજુ સ્ટ્રક્ચર નું કાર્ય પૂર્ણ થતા મંદિર જીર્ણોદ્ધાર કાર્યનો આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં નિજ મંદિરને મૂળ અવસ્થામાં રાખી ભક્તોના વધુ પ્રવાહને ધ્યાનમાં રાખી સુગમતાથી માતાજીના દર્શન કરી શકે તેવા હેતુથી મંદિર પરિષદ નો ભાગ પોહળો કરવામાં આવે છે.જ્યારે મૂળ મંદિરના ઉપરના ભાગે ૫૧ ફૂટ ૧૧ ઈંચ ઉંચાઈ, ૪૨.૯ ફૂટ પોહળાઈ તેમજ ૮૩ ફૂટ લંબાઈ ધરાવતો એક ભવ્ય શિખર બનાવવામાં આવ્યું છે. સાથે સાથે અન્ય બે ઘુમ્મટ બનાવવામાં આવ્યા છે. આમ નવનિર્મિત મંદિર પરિષદનું નિર્માણ એટલે કે શિખર તેમજ પરિસર સાથે સાથે આધ્યાત્મિક દૃષ્ટિકોણ સાથે નું પ્રસાદ સ્થળ જેની ડિઝાઇન કાળકા માતાના શ્રી યંત્ર આધારિત બનાવવામાં આવ્યું છે.નિર્માણ થયેલું આ મંદિર ત્રણ મજલી બનાવમાં આવ્યું છે.
જેમાં સૌથી ઉપરના ભાગ પર નિજમંદિર તેમજ નીચેના બે માળમાં મંદિરના નુકર્યાલય તેમજ પુજારી ઓ માટે નું નિવાસ્થાન ઉભુ કરવામાં આવ્યું છે.મંદિરના શિખર તેમજ તેમના સ્તંભો અને મંદિરની ઉપર ના ઘુમ્મટની ડિઝાઇનને આધ્યાત્મિક સાથે સાંકળી લેવામાં આવી છે. આ મંદિરના જીર્ણોદ્ધાર માટે અંદાજિત ૧૦ કરોડ ઉપરાંત ના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે. જેનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સાથે સાથે મુખ્ય શિખર ના ઉપર કળશ તેમ જ ધ્વજ દંડ પર સોના નો ઢાળ લગાવવા માટેની કામગીરી હાલમાં ચાલી રહી છે તે આવનાર ત્રણ-ચાર દિવસમાં પૂર્ણ થશે.