રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કેમ કરાઈ રહી છે, મહારાષ્ટ્રમાં
મુંબઈ, મહારાષ્ટ્રમાં તાજેતરમાં ચાલી રહેલા હનુમાન ચાલીસા વિવાદ ચર્ચામાં છે. ભાજપ પક્ષ મહારાષ્ટ્રમાં શિવસેના સરકાર પર સતત નિશાન સાધી રહી છે. ભાજપ નેતા નિતેશ રાણાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા તેમને નવા દાઉદ ગણાવ્યા છે.
આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી છે. શનિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી બહાર અમરાવતી અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાએ હનુમાન ચાલીસા વાંચવાની ચેલેન્જ આપી હતી. ત્યારબાદ શિવસેનાએ રાણા દંપતિના ઘરને ઘેરી નારા લગાવ્યા હતા.
આ સાથે જ શિવસેનાએ પોલીસ બેરિકેડીંગ તોડી હતી. એટલું જ નહીં સાંસદ નવનીત રાણા અને તેના પતિ રવિ રાણાને ધાર્મિક ભાવનાઓ ભડકાવવાના આરોપમાં કોર્ટે ૧૪ દિવસ માટે જેલમાં મોકલી દીધા. મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં ભાજપના બે નેતાઓ પર હુમલો થયો.
આ ઘટના બાદ ભાજપ નેતા નિતેશ રાણાએ સરકાર પર નિશાન સાધતા કહ્યું- મુંબઇમાં ગંગવોરની સ્થિતિ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નવા દાઉદ છે. હું મહારાષ્ટ્રના ગૃહમંત્રી મહા એચએમ દિલીપ વલસે પાટિલને રજા પર જાવ વિનંતી કરું છું.
તેમણે વધુમાં કહ્યું કે, ભાજપને એક દિવસ માટે કાયદા-વ્યવસ્થા સંભાળવા માટે આપો, પછી જુઓ. મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વલસે પાટિલે કહ્યું કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થા બરોબર છે, પરંતુ સરકારની છબી ખરાબ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.