Western Times News

Gujarati News

કિંજલ દવેના ડાયરામાં પહેલા ચલણી નોટોનો વરસાદ, પછી ખુરશીઓ ઉછળી

પાટણ, રાધનપુર કાતે લોકગાયિકા કિંજલ દવેનો સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કિંજલ પર ચલણી નોટો વરસાદ તો થયો પરંતુ અહીં કેટલાક ચાહકો તો એવા ઝૂમી ઉઠ્‌યા કે પડાપડી કરવા લાગ્યા હતા. ખુરશીઓ ઉછાળતા કેટલીક તો તૂટી પણ ગઈ હતી.

યુવાનોએ ખુરશીઓ ઉછાળતા અફરાતફરી પણ મચી ગઈ હતી. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

નોંધનીય છે કે, રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત રાધનપુરની અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ કોલેજ ખાતે લોકગાયિકા કિંજલ દવેના સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

એકાએક કેટલાંક અસામાજીક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. કિંજલ દવેનો ડાયરો સાંભળવા માટે આવેલા લોકોએ ધમાલ મચાવી હતી. ખુરશીઓ ઉછાળી હોવાનો વિડિયો પણ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર રાધનપુર કિંજલ દવેના ડાયરાનું આયોજન કરાયું હતું,

કિંજલ દવેના ગીત ચાલુ થતાં કેટલાક અસામાજીક તત્વોએ રીતસરની કાર્યક્રમમાં પ્લાસ્ટિકની ખુરશીઓ ઉછાળી હતી અને કાર્યક્રમની મજા બગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ લોકો કોણ હતા અને ક્યાંથી આવ્યા તે અંગે હજી કોઈ માહિતી મળી નથી. સમગ્ર મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તે અંગે પણ હજી કોઈ માહિતી સામે આવી નથી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કિંજલ દવેના કાર્યક્રમમાં આ પ્રકારનો વિવાદ થઈ ચૂક્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમુક વર્ષો પહેલા માઉન્ટ આબુ પાસે એક સંગીત કાર્યક્રમ દરમિયાન કિંજલ દવે પર હુમલાના પ્રયાસની ઘટના સામે આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.