ચીખોદ્રા ગામ પાસે ફાર્મ હાઉસમાં જુગાર રમતા ૧૧ ખેલીઓ ઝડપાયા
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા એલ.સી.બી. પોલીસે ચીખોદ્રા ગામે હાઈવે નજીક આવેલા ફાર્મ હાઉસની અંદર બંધ મકાનમાં જુગાર રમતા કુલ -૧૧ જુગારીયાઓ ને પકડી પાડી રોકડા રૂ .૧,૫૪,૬૫૦ તથા મોબાઇલ નંગ- ૧૩ રૂ !. ૫૨,૫૦૦ તથા મોટર સાયકલો નંગ ૫ કી.રૂ. ૧,૦૦,૦૦૦ એમ મળી કુલ રૂ . ૩,૦૭,૧૫૦ નો જુગારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી .
ગોધરા સાતપુલ મહંમદી સોસાયટી પાસે રહેતો ઈમરાન શોકત પોસ્તી ઉર્ફે ઈમરાન હીટલરની માલીકનું ચીખોદ્રા ગામે હાઈ – વે નજીક આવેલા ખેતરમા બનાવેલ ફાર્મ હાઉસની અંદર આવેલા પાકા બંધ મકાનમા અબ્દુલ મન્નાન મહંમદ ગીતેલી ( રહે . ગોધરા મીઠીખાન મહોલ્લા ) તથા
સાજીદ ઈલ્યાસ ભમેડી ઉર્ફે સાજીદ ભમેડી ( રહે.પોલન બજાર ગોધરા ) તથા ઈબ્રાહીમ સીદ્દીક ટપલા ( રહે .ઝકરીયા મસ્જીદની પાછળ ગોધરા ) ભેગા મળી કેટલાક માણસો ભેગા કરી જુગા૨ ૨મી રમાડી રહ્યા હતા . બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો દ્વારા જુગારની રેઇડ પાડી સ્થળ પરથી
( ૧ ) અબ્દુલ મન્નાન મહંમદ ગીતેજી રહે . ગોધરા મીઠીખાન મહોલ્લા વ્હોરવાડ પાણીની ટાંકી પાસે તા.ગોધરા
( ૨ ) સાજીદ ઈલ્યાસ ભમેડી ઉર્ફે સાજીદ ભમેડી રહે . ગોધરા પોલન બજાર મહંમદી મોહલ્લા તા.ગોધરા ,
( ૩ ) ઈબ્રાહીમ સીદ્દીક ટપલા રહે . કુરકુર એ પ્લોટ ઝકરીયા મસ્જીદ પાછળ તા.ગોધરા
( ૪ ) તાહીર કા તૈયબ તેતરા રહે . ગોધરા મીઠીખાન મહોલ્લા રાજન મસ્જીદ પાસે તા.ગોધરા ,
( ૫ ) હસન યુસુફ પિત્તળ રહે . ગોધરા ઝાકીર હુસેન સ્કુલની પાછળ ભીલોડીયા પ્લોટ – તા.ગોધરા ,
( ૬ ) જફર સોકત કાલુ રહે . અશરફી મસ્જીદ પાસે ખંખારીયા પ્લોટ તા.ગોધરા ,
( ૭ ) ઈમરાન યામીન ડગુ ઉર્ફે પપ્પુ રહે . રક્ષણ રોડ બેઠક મંદીરની બાજુમા તા.ગોધરા ,
( ૮ ) એહમદ રમજાની સાદીક હઠીલા ઉર્ફે સત્તાર ૨હે . મહોમદી મહોલ્લા મલા કંમ્પાઉન્ડ પાસે તા.ગોધરા ,
( ૯ ) મહેબુબ ઈસ્માઈલ બદામ રહે . બાદશાહી હોટલની બાજુમા મીઠીખાન મહોલ્લા તા.ગોધરા , (૧૦) નાશીર અહેમદ ચુરમલી રહે વચલાઓઢા મુસ્લીમ એ . સોસાયટી ગોધરા તા.ગોધરા ,
( ૧૧ ) સોયેબ યાકુબ મખમલ રહે . અબુબક્કર મસ્જીદની સામે મેદા પ્લોટ ગોધરા
ગોધરા પોલીસે ઝડપી પાડી કુલ રૂ .૩,૦૭,૧૫૦ નો મુદ્દામાલ કબ્જે લઈ શહેર બી ડીવીઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી .