અનુપમ ખેરની માતાએ પ્રધાનમંત્રી મોદીની સુરક્ષા માટે શું ભેટ આપી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા ફિલ્મ અભિનેતા અનુપમ ખેર
(એજન્સી) નવી દિલ્હી, ‘The Kashmir Files’ ફિલ્મના અભિનેતા અનુપમ ખેરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી, જેની તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. Anupam Kher meets PM Narendra Modi shares social media post in his praise
આ મુલાકાત દરમિયાન અભિનેતા અનુપમ ખેરે પોતાના માતા દુલારી દ્વારા મોકલવામાં આવેલી ભેટ પણ આપી. આ ભેટ દુલારીજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે મોકલી છે.
અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર તસવીરોની સાથે કેપ્શનમાં વડાપ્રધાનના વખાણ પણ કર્યા છે. તેમણે લખ્યું છે કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, આજે તમને મળીને મન અને આત્મા બન્ને પ્રસન્ન થયા. તમે દેશ માટે, દેશના લોકો માટે દિવસ રાત જે કામ અને મહેનત કરો છો, તેના માટે તમારો આભાર વ્યક્ત કરવાની તક મળી.
જે શ્રદ્ધા સાથે તમે મારા માતા દ્વારા તમારી રક્ષા માટે આપવામાં આવેલી રુદ્વાક્ષની માળાનો સ્વીકાર કર્યો તે હું અને દુલારીજી હંમેશા યાદ રાખીશું. ઈશ્વર હંમેશા તમારા પર પોતાની કૃપા જાળવી રાખે. અને તમે આ જ પ્રકારે અમને તમામ લોકોને ઉર્જા આપતા રહો.
જય હિંદ. અનુપમ ખેરની આ પોસ્ટનો જવાબ નરેન્દ્ર મોદીએ પણ આપ્યો છે. ટિ્વટર પર વડાપ્રધાન મોદીએ લખ્યું કે, અનુપમ ખેર જી તમારો ખૂબ ખૂબ આભાર. આ આદરણીય માતાજી અને દેશના લોકોનો આશિર્વાદ જ છે, જે મને માં ભારતની સેવા કરવા માટે હંમેશા પ્રેરિત કરે છે.
ઉલ્લેખનીય છે કે અનુપમ ખેર હંમેશા પોતાના માતાનો વીડિયો પોસ્ટ કરતા રહે છે. આ પહેલા ઘણીવાર તેમના માતા વડાપ્રધાન મોદી અને તેમના કામના વખાણ કરી ચૂક્યા છે. એક વીડિયોમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશિર્વાદ પણ આપ્યા હતા.
એક વાર તેમણે દીકરા અનુપમને કહ્યુ હતું કે, નરેન્દ્ર મોદીને જાેઈને મને ખુશી મળે છે, મને સમજાતુ નથી પણ જાણે મને લાગે છે કે એ તુ જ છે. આ વખતે પણ તે જ ચૂંટણી જીતશે, હું લખીને આપી શકુ છું. તેમનો સ્વભાવ ઘણો સારો છે. તે સારા વ્યક્તિ છે. વડાપ્રધાનની સુરક્ષાની પ્રાર્થના કરતા તેમણે કહ્યુ હતું કે, તેમને કહેજાે કે મારા માતા તમને ખૂબ આશિર્વાદ મોકલે છે.