Western Times News

Gujarati News

હુથી બળવાખોરોએ કેદમાં રાખેલા ૭ ભારતીય ખલાસીઓને મુક્ત કર્યા

નવીદિલ્હી, યમનના હુથી બળવાખોરોએ સાત ભારતીય ખલાસીઓ સહિત ૧૪ લોકોને જેલમાંથી મુક્ત કર્યા હતા. આ ભારતીય ખલાસીઓ અને અન્ય કેટલાક દેશોના ઓછામાં ઓછા સાત વધુ લોકોને યમનના હુથી બળવાખોરોએ ત્રણ મહિના પહેલા સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના ધ્વજવાળા વેપારી જહાજને કબજે કર્યા પછી કેદમાં લીધા હતા.

આ તમામની મુક્તિ અંગે માહિતી આપતાં ઓમાનના વિદેશ મંત્રી બદર અલબુસૈદીએ જણાવ્યું હતું કે હુતી-નિયંત્રિત યમનની રાજધાની સનામાંથી રવિવારે સાત ભારતીય નાવિકોને મુક્ત કરવામાં આવ્યા હતા.

અલ્બુસૈદીએ માહિતી આપી છે કે આ ભારતીય ખલાસીઓ સહિત કુલ ૧૪ વિદેશીઓને યમનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. બદર અલબુસૈદીએ ટિ્‌વટર પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે “એ જણાવતા આનંદ થાય છે કે કેપ્ટન કાર્લોસ ડેમાટા, મોહમ્મદ જશીમ ખાન, અય્યાનાચેવ મેકોન્નેન, દિપાશ મુતા પરંબિલ, અખિલ રેઘુ, સૂર્ય હિદાયત પરમા, શ્રીજીત સજીવન, મોહમ્મદ મુનાવર સમીર, સંદીપ સિંહ, લ્યુક સિમોન અને તેની પત્ની અને બાળકો, મૌંગ થાન અને વીરા વસમસેટ્ટીને આજે યમનમાં કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

ઓમાનના વિદેશ પ્રધાન બદર અલ્બુસૈદીએ કહ્યું કે જેઓ કેદમાંથી મુક્ત થયા છે તેઓ હવે ઓમાનની દેખરેખ હેઠળ છે. તેમણે કહ્યું કે તેઓ કેદમાંથી મુક્ત થયેલા તમામ લોકો માટે માત્ર યમનના નેતૃત્વ માટે જ નહીં પરંતુ અન્ય ઘણા લોકોના ખૂબ આભારી છે.

જેમના માનવીય પ્રયત્નો અને સહકારથી આ કાર્ય પાર પડી શકાયુ. ઓમાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મુક્ત કરાયેલા તમામ ૧૪ લોકોને ઓમાન રોયલ એરફોર્સ એરક્રાફ્ટ દ્વારા મસ્કત લાવવામાં આવ્યા હતા.

અલ્બુસૈદીના ટ્‌વીટનો જવાબ આપતાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે આ મામલે મદદ કરવા બદલ ઓમાનના વિદેશ મંત્રી અલબુસૈદીનો આભાર માન્યો હતો. જયશંકરે ટ્‌વીટ કર્યું કે તેઓ મુક્ત થયેલા તમામના સુરક્ષિત પરત આવવાની રાહ જાેઈ રહ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.