નડિયાદ નગરપાલિકામા મહિલા પ્રમુખ સામે ઉપપ્રમુખનો અસંતોષ…
તા 30મી એ મિટિંગ માં નવા જૂની ના એંધાણ
નડિયાદ નગરપાલિકામા ઉપપ્રમુખનો પ્રમુખ પ્રત્યેના અસંતોષથી વિવાદ છેડાયો છે. BJPના ઉપપ્રમુખ સહિતના સદસ્યોએ પાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા પર આક્ષેપ કરી જણાવ્યું છે કે તેમની જાણ બહાર એજન્ડા નક્કી કરવામાં આવે છે. નડિયાદ નગરપાલિકાનો આ વિવાદ સામે આવતાં પાલિકાના સત્તાધીશોની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.
નડિયાદ નગરપાલિકા વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે. ભાજપ શાસિત આ પાલિકાના રાજમાં ખુદ પાલિકાના ઉપપ્રમુખ કિન્તુ દેસાઈએ પાલિકાના મહિલા પ્રમુખ રંજનબેન વાઘેલા સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. કિન્તુ દેસાઈએ જણાવ્યું છે કે નગરપાલીકાના પ્રમુખ દ્રારા જોહુકમી કરાતા હોવાનો આક્ષેપો કર્યા છે. વધુમાં જણાવ્યું છે છેલ્લા લગભગ સવા વર્ષથી પાલિકાના બોર્ડ બેઠક બોલાવવામાં આવે છે
આ બોર્ડ બેઠક પહેલા પ્રમુખ દ્વારા એજન્ડાઓ તૈયાર કરવામાં આવે છે. જે એજન્ડાઓની કાચી કોપી ઉપપ્રમુખ તરીકે મને આપતા નથી તથા મારા સાથી કાઉન્સિલરોને પણ સેન્સમાં લેવામા આવતા નથી. આ બાબતે રજૂઆત બે દિવસ અગાઉ કરવામાં આવી હતી આ સમયે પ્રમુખના પતિ દખલગીરી કરતા સામાન્ય બોલાચાલી પણ થઇ હતી.
ભાજપ શાસીત નગરપાલીકામાં કાઉન્સિલરોની જાણ બહાર ચાલતા વહીવટને લઈને માત્ર ઉપપ્રમુખ જ નહી પણ ટાઉન પ્લાનિંગ ચેરમેન પણ રજુઆત કરવા ગયા હતા. ત્યારે ટીપી ચેરમેન વિજય પટેલે કહ્યુ હતુ કે મહિલા પ્રમુખ રંજન બહેનના બદલે તેમના પતિ વહીવટ કરે છે ત્યારે ભાજપ પક્ષની છબી ખરડાય છે. અને પાલિકાના સત્તાધીશોની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.
આગામી દિવસોમાં યોજાનાર પાલિકાની મિટીંગમા આ મુદ્દો ચર્ચાના એરણે પહોચી ગાજશે તો નવાઈ નહીં.