ધનસુરા ના ભેંસાવાડા ખાતે તાલુકા હેલ્થ ઓફિસર અને મેડિકલ ઓફિસરશ્રી ઓ નો વિદાય સમારંભ યોજાયો
ધનસુરા ના ભેંસાવાડા ખાતે તાલુકા હેલ્થ ઓફિસર અને મેડિકલ ઓફિસરશ્રી ઓ નો વિદાય સમારંભ યોજાયો હતો. ધનસુરા તાલુકા માં તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.યોગેશભાઈ ગોસ્વામી, શીકા પી.એચ.સી ના મેડિકલ ઓફિસર ડો.મૌલિક પ્રજાપતિ ,આકરૂન્દ પી.એચ.સી ના મેડિકલ ઓફિસર ડો યાજ્ઞિક ચૌહાણ ની બદલી થતા તમામ નો વિદાય સમારંભ પ્રા.આ કેન્દ્ર ભેસાવાડા ખાતે તાલુકા અને પ્રા આ કેન્દ્ર ના આરોગ્ય કર્મચારીઓ દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં તાલુકા હેલ્થ ઓફિસર જે.કે. પ્રણામી ઉપસ્થિત રહ્યા હતા.જેમાં સહુએ તાલુકા આરોગ્ય અધિકારી અને મેડિકલ ઓફિસરશ્રી ઓની કામગીરી ને બિરદાવી હતી.
દિલીપ પુરોહિત. બાયડ