Western Times News

Gujarati News

ઈમેન્યુઅલ મેક્રોન ફરી વાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા

પેરિસ, Emmanuel Macron ફરી વાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ચૂંટાયા છે. તેમણે નેશનલ રેલી પાર્ટીના દક્ષિણપંથી ઉણેદવાર નેતા મરિન લે પેનને હરાવ્યા છે. છેલ્લાં તબક્કાના મતદાનમાં મેક્રોનને 58.2% અને લે-પેનને 41.8% વોટ મળ્યા છે. કોરોનામાં સારી રીતે મેનેજમેન્ટ કરવા માટે લોકોએ તેમને ફરી પસંદ કર્યા છે.

ફ્રાન્સમાં 2002 પછી સતત બીજી વખત કોઈ રાષ્ટ્રપતિ ચૂંટાયા નથી પરંતુ Emmanuel Macronએ આ પરંપરા તોડી દીધી છે. જોકે આ વખતની જીતમાં તેમની જીતના અંતરમાં થોડો ઘટાડો થયો છે. 2017માં મેક્રોનને 66.1% જ્યારે લી પેનને 33.9% વોટ મળ્યા હતા.

જીત પછી મેક્રોનને આખી દુનિયામાંથી શુભેચ્છાઓ મળી રહી છે. બ્રિટિશ વડાપ્રધાન મંત્રી Boris Johnson ટ્વિટ કર્યું છે- ફ્રાંસીસ રાષ્ટ્રપતિ તરીકે તમને રિ-ઈલેક્ટ થવાની શુભેચ્છા. મને આશા છે કે, આપણા દેશો માટે મહત્વના મુદ્દાઓ પર આપણે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.

જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે મેક્રોન સાથે તસવીર શેર કરીને લખ્યું છે કે, મને ખુશી છે કે, આપણે સહયોગ સાથે કામ કરવાનું ચાલુ રાખીશું. જ્યારે કેનેડાના વડાપ્રધાન JustinTrudeau એ કહ્યું છે કે, કેનેડા અને ફ્રાન્સ માટે જરૂરી મુદ્દાઓ પણ આપણે સાથે કામ કરીશું તેવી આશા છે.

ફ્રાન્સ સાથે ભારતના સંબંધો ખૂબ જુના અને સારા છે. ફ્રાન્સની અત્યાર સુધીની કોઈ સરકાર કદી ભારત વિરોધી નથી રહીં. મેક્રોન તેમની રેલીમાં જણાવી ચૂક્યા છે કે, ભારત તેમના એજન્ડામાં હંમેશા ફર્સ્ટ પ્રાયોરિટીમાં રહેશે. ફ્રાન્સે હંમેશા UNમાં ભારતની પરમેનેન્ટ મેમ્બરશીપને સપોર્ટ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.