Western Times News

Gujarati News

વંથલી તાલુકા પંચાયત ને રાષ્ટ્રીય કક્ષાનો શ્રેષ્ઠ તાલુકા પંચાયતનો એવોર્ડ મળ્યો

ભારતમાં પંચાયતી રાજ પદ્ધતિ પ્રાચીન કાળથી અસ્તિત્વમાં છે અને પંચાયતી રાજ સંસ્થાને કેન્દ્રમાં રાખીને તેને મજબૂત બનાવવી તે મોદી સરકારની પ્રાથમિકતા છે.

રાષ્ટ્રીય પંચાયત દિવસ નિમિત્તે સેદરડા ખાતે શ્રમ, કૌશલ્ય અને રોજગાર ,પંચાયત તથા ગ્રામ ગ્રૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના માનનીય મંત્રી બ્રીજેશ મેરજા ના વરદ હસ્તે મનરેગા યોજના અંતર્ગત ના કામો ના ખાતમુહૂર્ત/‌ લોકાર્પણ તથા ખાસ ગ્રામ સભા , એવોર્ડ વિતરણ તથા સન્માન કાર્યક્રમ તથા વંથલી તાલુકા પંચાયત ને રાષ્ટ્રીય કક્ષાનો શ્રેષ્ઠ તાલુકા પંચાયત ગુજરાતનો પંડિત દીનદયાળ એવોર્ડ અર્પણ કરવાં માં અવ્યો.

આ તકે વંથલી તાલુકા પંચાયત ના પ્રમુખ લક્ષ્મીબેન કેસુરભાઈ મૈતર, ઉપ પ્રમુખ મનોજભાઈ ઠુંમર, કારોબારી ચેરમેન શ્રી ગોરધનભાઈ ચોહાણ, ન્યાય સમિતિ ના ચેરમેન વિપુલભાઈ કાબા, તાલુકા પંચાતના નાં સદસ્યો સહિત ના તાલુકા પંચાયત ના હોદેદારો,

તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી પી.એલ.વાઘાણી તથા તાલુકા પંચાતના નાં સર્વ કર્મચારી તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

 

 

 

તસવીર અહેવાલ જીગ્નેશ પટેલ માણાવદર


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.