ધનસુરાના જૂની શિણોલ પાસે ટ્રકમાં ભરેલ મારબલ નદીના બ્રિજની વચ્ચે પડતાં ટ્રાફિક જામ સર્જાયો
શીકા હિંમતનગર રોડ પર ધનસુરાના જૂની શિણોલ પાસે ટ્રકમાં ભરેલ મારબલ નદીના બ્રિજ ની વચ્ચે પડતાં ટ્રાફિક જામ સર્જાયો હતો.શિણોલ પાસે આવેલ માઝુમ નદીના પૂલ પર થી ટ્રક પસાર થતો હતો ત્યારે ટ્રક ઢાળ ચઢતી વખતે પાછો પડ્યો હતો.
ટ્રક પાછો પડતાં ટ્રકમાં ભરેલ મારબલ માઝુમ નદીના બ્રિજ ની વચ્ચે પડયા હતા જેથી વાહનોની અવરજવર માં મૂશ્કેલી ઊભી થઈ હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો. તારીખ ૨૨ ના રોજ મધરાત્રીએ મારબલ ભરેલ ટ્રક નદીની વચોવચ ખોટકાઈ હતી.
જેને લઇ ટ્રાફિક જામ સર્જાયો હતો. શિકા હિંમતનગર મુખ્ય રસ્તા પર આ અકસ્માત સર્જાયો હતો જેને લઇને રસ્તા પર બને બાજુ ટ્રાફિક જામ થયો હતો જેથી અનેક વાહન ચાલકો ને અન્ય માર્ગ પરથી જવું પડ્યું હતુ
દિલીપ પુરોહિત. બાયડ