મણિનગર મોબાઈલ ચીલઝડપ કરતા શખ્સોને યુવાને ઝડપી લીધા
અમદાવાદ : ચીલઝડપ કરતાં તસ્કરોએ શહેરમાં તરખાટ ફેલાવ્યો છે. આ સ્થિતિમાં ગઇકાલે મણીનગર વિસ્તારમાં એક યુવાનનાં હાથમાંથી મોબાઈલ ખેંચવાનું બે ચોરોને ભારે પડી ગયું હતું. યુવાને ચીલઝડપ કરી જતાં બંને શશખ્સોનું બાઈક પકડી લઈને બુમાબુમ કરતાં એકઠાં થયેલાં લોકોએ બંનેને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યા હતાં.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે કોમ્પ્યુટર રીપેરીંગનું કામકાજ કરતાં વિરાંગભાઈ મહેતાં સાંઈબાબા એપાર્ટમેન્ટ મણીનગર ખાતે રહે છે. ગઇ કાલે રાત્રે સાડા દસ વાગ્યાંના સુમારે ફોન ઉપર વાત કરતાં ઘર નજીક આવેલી દુકાને જતાં હતા એ વખતે મોટર સાયક ઊપર આવેલાં બે શખ્સોએ તેમનાં હાથમાંથી મોબાઈલની ચીલઝડપ કરી હતી.
જા વીરાંગભાઈએ ચોર બાઈક ભગાવી મુકે એ પહેલાં પહેલાં જ પકડી લીધી હતી. અને બુમાબુમ કરી મુકતાં આસપાસનાં રાહદારીઓ પણ એકત્ર થઇ જતાં બંને ચોરને ઝડપી લીધા હતા અને મેથીપાક ચખાડીને પોલીસને જાણ કરી હતી. પોલીસે બંનેની પૂછપરછ કરતાં તે રામકુમાર પાસવાન અને રણજીત પાસવાન (બંને રહે.દુર્ગાનગર, ચાર માળીયા, વટવા) હોવાનું ખુલ્યું છે. બંનેની તપાસ બીજા કેટલાંક ગુનાના ભેદ ખુલવાની સંભાવનાં છે.