અમરાઈવાડી જુગારધામ પર દરોડોઃ ૧૩ શખ્શોની અટક
લાખોનો મુદ્દામાલ જપ્ત મુખ્ય સુત્રધાર પોલીસ પકડ બહાર |
અમદાવાદ : દારૂ જુગારનાં અડ્ડાઓ ઉપર કડક કાર્યવાહી કરવાનાં તંત્રનાં આદેશ બાદ કેટલાંક દિવસોથી પોલીસે ગુનેગારો ઉપર પકડ વધારી દીધી છે રાત દિવસ ડ્રાઈવ કરીને પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે આવા જ એક કાર્યવાહીમાં ગત રોજ અમરાઈવાડી પોલીસે આશરે તેર જેટલાં જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા છે ઉપરાંત મોટા પ્રમાણમાં સાધનો દ્વારા રોકડ સહીતનો મુદ્દામાલ પણ ઝડપી લીધો છે જા કે મુખ્ય સુત્રધાર પોલીસની પકડ બહાર છે.
અમરાઈવાડી પોલીસની ટીમે બાતમી આધારે સર્વેલન્સ ટીમે વહેલી સવારે મહાલક્ષ્મીનગરના એફ બ્લોકમાં દરોડો પાડ્યો હતો આશરે સાડા ત્રણ વાગ્યાના પોલીસની મોટી ટીમે દરોડો પાડતા મોટાં પ્રમાણમાં એકત્ર થયેલાં જુગારીઓમા નાસભાગ મચી ગઈ હતી બુમાબુમ થતાં આસપાસનાં રહીશો પણ જાગી ગયા હતા દરમિયાન ભાગવા જતા જુગારીઓ સહીત તમામને પકડી અમરાઈવાડી પોલીસ સ્ટેશને લવાયા હતા
જેમનાં નામ સરહુદીન શેખ (૨) ઈસ્માઈલ શેખ (૩) ઈમરાન શેખ (૪) હેદર શેખ (૫) મુસ્તકીન શેખ (૬) હુસેન પઠાણ (૭) આસીફ શેખ (૮) અઝરુદીન અંસારી (૯) અબ્દુલ સંધી (૧૦) કૃણાલ સોરતે (૧૧) ગૌરાંગ નાગર (૧૨) પ્રશાંત ઉર્ફ બબન તિવારી તથા (૧૩) જાવેદ શેખ છે પોલીસે તમામ જુગારીઓની પુછપરછ કરતાં જુગારધામ સંચાલન કરનાર તરીકે સરકુદીન સાહબુદીન શેખ નુ નામ જુગાર ધામને મુખ્ય સુત્રધાર મકાન માલીક રાકેશ ચાવડા હોવાનું ખુલતા પોલીસે હવે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ દ્વારા જુગારધામ પરથી જુગારના સાધનો ઉપરાંત ખુબ મોટી માત્રામાં રોકડ પણ જપ્ત કરી હોવાનું સુત્રોએ જાવ્યુ છે.