આ કંપનીએ એક જ દિવસમાં કરી અમદાવાદમાં 300થી વધારે ઇલેક્ટ્રિક સ્કૂટરની ડિલિવરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/04/TVS-2-1024x639.jpg)
તાજેતરમાં ટીવીએસ મોટર કંપનીએ સ્કૂટરે રાષ્ટ્રીય સ્તરે ત્રણ કરોડ કિલોમીટરની સવારીનો રેકોર્ડ કર્યો છે
ટીવીએસ મોટર કંપનીએ અમદાવાદમાં એક દિવસમાં ગ્રાહકોને ટીવીએસ આઇક્યુબ ઇલેક્ટ્રિક સ્કૂટર્સની ડિલિવરી કરવા ‘મેગા ડિલિવરી ડે’ તરીકે ઉજવવામાં આવ્યો હતો-
અમદાવાદ, દુનિયામાં ટૂ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સનું ઉત્પાદન કરતી પ્રસિદ્ધ કંપની ટીવીએસ મોટર કંપનીએ આજે અમદાવાદ અને વડોદરામાં 300થી વધારે ટીવીએસ આઇક્યુબ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ ડિલીવરી કર્યા હતા. આ પ્રસંગની ઉજવણી સેંકડો ગ્રાહકો અને તેમના પરિવારજનો સાથે ‘મેગા ડિલિવરી ડે’ તરીકે થઈ હતી. TVS Motor Company delivers over 300 TVS iQube Electric scooters in Ahmedabad in a single day.
ટીવીએસ આઇક્યુબ ઇલેક્ટ્રિક એક ગ્રીન અને કનેક્ટેડ, સવારી કરવામાં આનંદ આપતું અર્બન સ્કૂટર છે, જે અદ્યતન ઇલેક્ટ્રિક ડ્રાઇવટ્રેન અને અદ્યતન ટીવીએસ સ્માર્ટએક્સકનેક્ટ પ્લેટફોર્મથી પાવર્ડ છે. ટીવીએસ આઇક્યુબ એપ વિવિધ ખાસિયતો ધરાવે છે,
જેમ કે જિયો-ફેન્સિંગસ, રિમોટ બેટરી ચાર્જ સ્ટેટ્સ, નેવિગેશન આસિસ્ટ, લાસ્ટ પાર્ક્ડ લોકેશન અને ઇનકમિંગ કોલ એલર્ટ/એસએમએસ એલર્ટર સામેલ છે. સ્કૂટર સ્માર્ટ એક્સહોમ ચાર્જિંગ યુનિટ અને ટીવીએસ આઇક્યુબ એપ દ્વારા પબ્લિક ચાર્જિંગ સપોર્ટ કનેક્ટેડ સાથે પણ સજ્જ છે.
આ સ્કૂટર અમદાવાદમાં ત્રણ ડિલરશિપ – ટીવીએસ સ્ટેલિઓન્ઝ, ટીવીએસ વીટેક અને ટીવીએસ ખાડકગમાં રૂ. 1,05,026 (ઓન-રોડ)ની કિંમતે ઉપલબ્ધ છે. ટીવીએસ આઇક્યુબ ઇલેક્ટ્રિક 75 કિલોમીટરની રેન્જ ધરાવે છે, ટોપ સ્પીડ 78 કિલોમીટર પ્રતિ કલાક ધરાવે છે, ત્રણ વર્ષની વોરન્ટી સાથે આઇપી67 રેટિંગ ધરાવતી બેટરી ધરાવે છે.