એશિયન ગ્રેનિટોનો રૂ. 441 કરોડનો રાઈટ્સ ઈશ્યૂ સબસ્ક્રીપ્શન માટે ખૂલ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Asian_granito-1024x576.jpg)
રાઈટ્સ એન્ટાઈટલમેન્ટ્સનું ટ્રેડિંગ 25 એપ્રિલથી 5 મે સુધી બીએસઈ અને એનએસઈ પર શરૂ થશે, કંપનીનો રાઈટ્સ ઈશ્યૂ 25 એપ્રિલે ખૂલશે અને 10 મેના રોજ બંધ થશે
અમદાવાદ, દેશની સૌથી મોટી લક્ઝરી સરફેસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્સમાંની એક એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ (AGL)નો રાઈટ્સ ઈશ્યૂ તેના શેરહોલ્ડર્સ માટે સબસ્ક્રીપ્શન માટે ખૂલી ગયો છે. ઈશ્યૂ 25 એપ્રિલ, 2022ના રોજ ખૂલશે અને 10 મે, 2022ના રોજ બંધ થશે.
કંપની જીવીટી ટાઈલ્સ,સેનિટરીવેર અને એસપીસી ફ્લોરિંગ સહિત વેલ્યુ એડેડ લક્ઝરી સરફેસ અને બાથવેર સેગમેન્ટમાં તેની મોટાપાયે વિસ્તરણ યોજનાઓને ભંડોળ પૂરું પાડવા માટે રાઈટ્સ ઈશ્યૂ થકી રૂ. 441 કરોડ એકત્રિત કરી રહી છે. રાઇટ્સ ઇશ્યુ હેઠળ ઇક્વિટી શેર પ્રતિ શેર રૂ. 63ના ભાવે ઓફર કરવામાં આવે છે
એટલે કે એનએસઈ પર 22 એપ્રિલ, 2022 ના રોજ પ્રતિ શેર રૂ. 82.90ના બંધ શેરની કિંમત પર 24% ડિસ્કાઉન્ટ. લાયક શેરધારકોને ફાળવવામાં આવેલા રાઈટ્સ એન્ટાઈટલમેન્ટ્સનું ટ્રેડિંગ બીએસઈ અને એનએસઈ પર એપ્રિલ 25 થી 5 મે (ઓનલાઈન માટે) અને 10 મે સુધી (ઓફલાઈન) ઉપલબ્ધ છે.
કંપની રૂ. 10ના ફેસ વેલ્યુના 6,99,93,682 સંપૂર્ણ પેઇડ-અપ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરશે જે દરેક ઇક્વિટી શેર દીઠ રૂ. 63ની કિંમતે (ઇક્વિટી શેર દીઠ રૂ. 53ના પ્રીમિયમ સહિત) હશે. રાઈટ્સ ઈશ્યૂ રૂ. 440.96 કરોડનો રહેશે અને લાયક ઈક્વિટી શેરહોલ્ડર્સને રાઈટ્સ બેઝિસ પર 37:30ના ગુણોત્તરમાં (લાયક ઈક્વિટી શેરધારકો
પાસેના દર 30 ફુલ્લી પેઈડ-અપ ઇક્વિટી શેર માટે 37 ઇક્વિટી શેર્સ) પ્રમાણે શેર્સ ફાળવવામાં આવશે. કંપનીએ રાઇટ્સ ઇશ્યૂમાં અધિકારો મેળવવા માટે હકદાર ઇક્વિટી શેરધારકોને નિર્ધારિત કરવાના હેતુસર 12 એપ્રિલ, 2022 રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરી હતી. ઓન-માર્કેટ હક્કોના ત્યાગ માટેની છેલ્લી તારીખ 5 મે, 2022 છે.
રાઇટ્સ ઇશ્યુની આવકનો ઉપયોગ જીવીટી ટાઇલ્સ, સેનિટરીવેર અને એસપીસી ફ્લોરિંગ સહિત વેલ્યુ એડેડ લક્ઝરી સરફેસ અને બાથવેર સેગમેન્ટમાં મોરબી, ગુજરાતમાં ત્રણ નવી અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરવા માટે કરવામાં આવશે, જે ભારતના સૌથી મોટા ડિસ્પ્લે સેન્ટર્સ પૈકીનું એક હશે. રાઈટ્સ ઈશ્યૂની આવકનો ઉપયોગ ઉપરોક્ત નવા પ્રોજેક્ટ્સની કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ભંડોળ પૂરું પાડવા માટે થશે.
પ્રમોટર અને પ્રમોટર ગ્રૂપના શેરધારકોએ રૂ.ની રકમની 28.99% સુધીની (એટલે કે તેમના વર્તમાન શેરહોલ્ડિંગના 100% સુધી)ની ભાગીદારીની પુષ્ટિ કરી છે જે રકમ રૂ. 128 કરોડ જેટલી છે. પ્રમોટર અને પ્રમોટર ગ્રૂપના શેરધારકોએ એ પણ સૂચવ્યું છે કે જો ઈશ્યૂ અંડરસબ્સ્ક્રાઇબ થયો
તો તેઓ લાગુ કાયદાને આધીન, અનસબ્સ્ક્રાઇબ કરેલા ભાગના ભાગ અથવા સંપૂર્ણ રકમ માટે સબ્સ્ક્રાઇબ કરવાનો અધિકાર અનામત રાખે છે. ઈશ્યૂ પૂર્ણ થયા પછી, કંપનીના કુલ બાકી શેર 31 માર્ચ, 2022ના રોજ 5,67,51,634 ઈક્વિટી શેરથી વધીને 12,67,45,316 ઈક્વિટી શેર થઈ જશે. પેન્ટોમાથ કેપિટલ એડવાઈઝર્સ પ્રા. લિમિટેડ રાઇટ્સ ઇશ્યૂ માટે એકમાત્ર લીડ મેનેજર છે.
આ અંગે ટિપ્પણી કરતા, એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, “મોરબી એ સિરામિક ટાઈલ્સ અને સેનિટરીવેર માટે ભારતનું હબ છે અને દેશના કુલ ઉત્પાદનમાં 80%થી વધુ હિસ્સો ધરાવે છે, જેમાં 1,100 થી વધુ ઉત્પાદન એકમો કાર્યરત છે.
એજીએલે વ્યૂહાત્મક સ્થાનિક લાભો, કાચા માલના સ્ત્રોતોની નિકટતા, માનવશક્તિની સરળ અને ઝડપી ઉપલબ્ધતા, દેશના કેટલાક મોટા બંદરોની નિકટતા, અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને, ગુજરાત રાજ્યમાં મોરબી પ્રદેશમાં મોટી વિસ્તરણ યોજનાઓ તૈયાર કરી છે. સૂચિત યોજનાઓના વ્યાપારીકરણથી, એજીએલ એક સંકલિત લક્ઝરી સરફેસીસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ તરીકે તેની સ્થિતિ મજબૂત કરશે અને મધ્યમ ગાળાની નજીકમાં જૂથની માર્જિન પ્રોફાઇલમાં વધારો કરશે.”