અમદાવાદ રેલવે ડિવિઝન પર ચાલી રહેલા વિકાસ કાર્યો માટે સમિક્ષા બેઠક યોજાઈ
અમદાવાદ ડિવિઝન પર જનરલ મેનેજર શ્રી અનિલ કુમાર લાહોટી દ્વારા ડિવિઝન પર ચાલી રહેલી પરિયોજનાઓ અને વિકાસ કાર્યો પર સમિક્ષા બેઠક કરી
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર પશ્ચિમ/મધ્ય રેલવે, શ્રી અનિલ કુમાર લહોટીએ ડિવિઝન રેલવે મેનેજર ઓફિસ અમદાવાદ માં ડિવિઝન પર ચાલી રહેલી રેલવે પરિયોજનાઓ તેમજ વિકાસ કાર્ય પર ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી તરૂણ જૈન સહિત તમામ સિનિયર અધિકારી એન્ આરવીએનએલ, આરએલડીએ, કન્સ્ટ્રકશન, રેલવે ઇલેક્ટ્રિફિકેશનના સિનિયર અધિકારીઓ અને મુખ્યમથક થી આવેલા પ્રધાન મુખ્ય અધિકારીઓની સાથે વિસ્તાર થી ચર્ચા કરી.
આ દરમિયાન જનરલ મેનેજરે ડિવિઝન પર ચાલી રહેલા નિર્માણ કામ, ગેજ પરિવર્તન, ઇલેક્ટ્રિફિકેશન વગેરે પર ઝીણવટથી સમિક્ષા કરી સાથે જ તમામ અધિકારીઓને સંબંધિત પ્રોજેક્ટ ને સમય પર પૂરા કરવા માટે દિશા નિર્દેશો પણ આપ્યા,
આ સિવાય જનરલ મેનેજર દ્વારા ગેજ કન્વર્ઝન, નિર્માણ કામ તથા ઇલેક્ટ્રિફિકેશનનું ક્યા સેકશનમાં કેટલું કામ થયું છે અને કેટલું કામ બાકી છે તથા ક્યાં સુધી થઈ જશે જેવા પ્રોજેક્ટના વિશે ઝીણવટથી સમિક્ષા કરી સાથે જ શ્રી લાહોટીએ ટ્રાન્સપોર્ટ વધારવા માટે ગુજરાતના બંદરોથી કનેક્ટિવિટી પર તેમજ દોહરિકરણ પર પણ વિસ્તૃત ચર્ચા કરી.
આ બેઠક દરમિયાન ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી તરૂણ જેન સહિત મુખ્યમથકથી આવેલા પ્રધાન મુખ્ય અધિકારીઓની સાથે તમામ વરિષ્ઠ શાખા અધિકારી, આરવીએનએલ, આરએલડીએ, કન્સ્ટ્રક્શન, રેલવે ઇલેક્ટ્રિફિકેશન ના સિનિયર અધિકારીઓ ઉપસ્થિત હતા.