Western Times News

Gujarati News

MSUના સ્ટાર્ટઅપ સ્વસ્થવ્રિતાને આયુષ સમિટમાં પ્રદર્શનની તક મળી

દેશભરમાંથી કુલ ૩૪ સ્ટાર્ટઅપ પસંદ પામ્યા હતા અને તે પૈકી વડોદરાના સ્વસ્થવ્રિતાની પણ પસંદગી

વડોદરા, મહારાજ સયાજી રાવ યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટરમાં રહેલા સ્ટાર્ટ અપ સ્વસ્થવ્રિતાને તાજેતરમાં  ગાંધીનગર ખાતે યોજાયેલી આયુષ સમિટિનું એક્ઝીબિશન કરવાની તક મળી હતી. આયુષ સમિટમાં યોજાયેલા આયુર્વેદલક્ષી પ્રદર્શનમાં ભાગ લેવા માટે દેશભરમાંથી કુલ ૩૪ સ્ટાર્ટઅપ પસંદ પામ્યા હતા અને તે પૈકી વડોદરાના સ્વસ્થવ્રિતાની પણ પસંદગી થઇ હતી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની સ્ટાર્ટઅપની સંકલ્પનાને સાકાર કરી રહેલા સ્વસ્થવ્રિતા દ્વારા લગાવાયેલા સ્ટોલની કેન્દ્રીય આયુષ મંત્રી શ્રી સર્બાનંદ સોનાવાલ અને રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેષ પટેલે પણ મુલાકાત લીધી હતી અને સ્ટાર્ટઅપના જીનેન્દ્રદત્ત શર્મા, ચિન્મય કપ્રુઆનની કામગીરીને બિરદાવી હતી.

ત્રણ દિવસ દરમિયાન આ સ્ટાર્ટઅપના સ્ટોલની છ હજાર લોકોએ મુલાકાત લીધી અને ૧૯ આયુર્વેદિક ઉત્પાદનોને નીહાળી પ્રભાવિત થયા હતા

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.