Western Times News

Gujarati News

ગોધરા સિવિલ હોસ્પિટલ  ખાતે તાલુકા આરોગ્ય મેળો યોજાયો.

ગોધરા, પંચમહાલ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને ગોધરા તાલુકા હેલ્થ કચેરીના સૌજન્યથી લોકોની આરોગ્ય પ્રત્યેની જાગૃતિ કેળવવાના એક નવતર પ્રયાસ રૂપે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે તાલુકા હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ હેલ્થ મેળાનું ઉદ્ઘાટન કુ.કામિનીબેન સોલંકી પ્રમુખ જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા ના અધ્યક્ષ સ્થાને મહાનુભાવોની હાજરીમાં દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતુ. આ બ્લોક હેલ્થ મેળામાં તમામ વિભાગના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા નિદાન અને સારવાર આપવામાં આવી હતી.

બ્લોક હેલ્થ મેળામાં કુલ 667 લાભાર્થીઓને લાભ લીધો હતો. જેમાં આયુષ્યમાન કાર્ડ 13, હેલ્થ આઈડી જનરેટ 124, મિશન નિરામયા સ્ક્રીનીંગ 83, ટેલી જોડીસીન કોલ 40,બ્લાઈડનેસ કંટ્રોલ પ્રોગ્રામ opd 35, બીપી/ ડાયાબિટીસ સ્કીનીંગ 82, એનિમિયા મુક્ત અંતર્ગત એનિમિક  વ્યક્તિની તપાસ 72, જનરલ opd 106, બાળક રોગો opd 77 ,સ્કીન opd 81, હાડકા વિભાગ opd 29, દાત વિભાગ opd 33, ગાયનેક વિભાગ opd 59, રસીકરણ કામગીરી  23, આયુર્વેદ opd 49, હોમીઓપેથી opd 44,આ કેમ્પમાં વિવિધ હેલ્થ સ્ટોલ દ્વારા pmjay કાર્ડ, મેલેરીયા,ટીબી રક્તપિતરોગ , icos વિભાગ દ્વારા મોષ્ટીક વાનગી પ્રદર્શન અંગે લોકોને માર્ગદર્શક આપી સાવચેતી માટે માહિતગાર કરવામાં આવ્યા હતા.


તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.