નિરમા યુનિવર્સિટીના 28મા પદવીદાન સમારંભમાં 1644 વિદ્યાર્થીઓએ પદવી મેળવી
અમદાવાદ તા. 16 ઓકટોબર, 2019ના રોજ નિરમા યુનિવર્સિટીમાં તેનો 28માં વાર્ષિક પજવીદાન સમારંભ યોજાયો હતો, જેમાં યુવિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓના 1644 વિદ્યાર્થીઓએ પોતાની ડીગ્રી મેળવી હતી. ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી, ઈન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ, ઈન્સ્ટિટયુટ ઓફ લૉ, ઈન્સ્ટિટયુટ ઓફ ફાર્મસી, ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ, ઈન્સ્ટિટયુટ ઓફ આર્કિટકચર એન્ડ પ્લાનીંગ, ઈન્સ્ટિટયુટ ઓફ કોમર્સ ના વિદ્યાર્થીઓએ તેમની ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ અને પીએચ.ડીની પદવીઓ મેળવી હતી.
મુખ્ય મહેમાન શ્રી ગુંટેર બટશેક, સીઈઓ અને મેનેજીંગ ડિરેકટર, ટાટા મોટર્સ લિમિટેડે (Gunter Batshek, CEO & MD Tata Motors Limited) તેમના પ્રેરક પ્રવચનમાં વિદ્યાર્થીઓને એક વ્યક્તિ,પ્રોફેશનલ અને લીડર તરીકે સતત વિકસતા રહેવા જણાવ્યું હતું. તેમણે વિદ્યારથીઓને (વ્યક્તિ, પ્રોફેશનલ અને લીડર)નુ સંપૂર્ણ પેકેજ બનવા માટે પ્રેરણા આપી હતી અને વધુ મોટી ભૂમિકા તરફ ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું.
પદવીઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં શ્રી ગુંટેર બટશેક જણાવ્યું કે “આજનો દિવસ તમારા બધાની કારકિર્દીમાં એક મહત્વનુ સિમાચિન્હ બની રહ્યો છે.અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, પીએચ.ડી વગેરે પ્રતિષ્ઠિત પદવીઓ મેળવી રહા છે. અને આપણે જાણીએ છીએ કે આ સિધ્ધિ પછી શું કરવાનુ છે. તમારો રાત દિવસનો અથાક પરિશ્રમ, તમારા પ્રોફેસરોની અને પરિવારની અચળ નિષ્ઠા અને આ મજલમાં દરેકની શુભેચ્છાઓ અને સહયોગથી તમે આગળ ધપી રહ્યા છો. તમારા જીવનના હિરો બનવા બદલ હું તમને અભિનંદન પાઠવુ છું. તમે એને લાયક છો. આ ઉજવણીની અને આ સંકુલની યાદોને માણવાની ક્ષણો છે. ”
તેમણે વિદ્યાર્થીઓને વધુ માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે પોતની સાથે સ્પર્ધા કરો અને અન્યને તમારી ઉત્તમ કામગીરી આપો. આ એક નવી વાસ્તવીકતા છે. પરિવર્તનની આગેવાની લેવા માટે તમારે બહાર આવીને પોતાની જાતને પૂરવાર કરવાની છે મેનેજરો અનેક હશે., લીડર્સ ભાગ્યે જ મળતા હોય છે. તમારી જાતને જુદા તરવાનું કરો.”
આ વર્ષે નિરમા યુનિવર્સિટીના 442 પોસ્ટ ગ્રેજ્યુએટસમાં 203 એમટેક, 9 એમટેક (રિસર્ચ) , 72 એમસીએ, 58 એમફાર્મ, 80 એમએસસી. 15 એલએલએમ, 5એમબીએ વિદ્યાર્થીઓને પદવી આપશે. સમાન પ્રકારે 1192 ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માંથી, 936 બીટેક, 99 બીફાર્મ, 34 બેચલર ઓફ આર્કિટેક્ટસ, 56 બીકોમ (ઓનર્સ) 10, 5 બિકોમ એલએલબી (ઓનર્સ) અને 51 બીબીએ ના વિદ્યાર્થીઓને પદવીદાન સમારંભમાં ગ્રેજ્યુએટની ડીગ્રી મેળવી હતી
યુનિવર્સિટી શિક્ષણ ક્ષેત્રે તેજસ્વી અને દાખલારૂપ અભ્યાસ બદલ 36 વિદ્યાર્થીને 39 મેડલ્સ એનાયત કરાયા હતા. સમારંભના મુખ્ય મહેમાન આ એવોર્ડઝનું વિતરણ કર્યું હતું નિરમા યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ ડો.કરસનભાઈ પટેલ (Nirma University President Dr. Karsan Patel) સમારંભનુ અધ્યક્ષ સ્થાન સંભાળ્યું હતું.