Western Times News

Gujarati News

એક વર્ષનો થયો મોહિત મલિક અને અદિતિ મલિકનો દીકરો

મુંબઈ, ટીવી કપલ મોહિત મલિક અને અદિતિ મલિકનો દીકરો એકબીર એક વર્ષનો થઈ ગયો છે. એકબીરનો જન્મ ૨૭ એપ્રિલ, ૨૦૨૧માં થયો હતો. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા મોહિત અને અદિતિ અવારનવાર દીકરાના ક્યૂટ વીડિયો અને તસવીરો શેર કરતાં રહે છે.

એકબીર એક વર્ષનો થતાં મોહિતે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ક્યૂટ વીડિયો શેર કર્યો હતો. જેમાં અદિતિ ડિલિવરી માટે હોસ્પિટલ ગઈ તે દિવસથી લઈને કપલે દીકરા સાથે માણેલી કેટલીક યાદગાર ક્ષણોની ઝલક જાેવા મળી.

આ સિવાય વીડિયોમાં મોહિત નવજાત એકબીરને હાથમાં લઈને પંપાળતો, દરિયાકિનારે રેતીમાં રમતો તો અદિતિ પણ તેને બોલતા શીખવતી જાેવા મળી. વીડિયોની સાથે મોહિત મલિકે લખ્યું હતું ‘ગયા વર્ષે, આ તારીખે એક માતા અને એક પિતાનો જન્મ થયો હતો.

એક સુંદર બાળક અમારા જીવનમાં આવ્યું, તેનુ સુંદર સ્મિત અને ચમકતી આંખો જેના માટે અમે નિયમિત તરસતા હતા. એક વર્ષ ઝડપથી પસાર થઈ ગયું અને હજી અમે તારી પાસે શેર કરેલી દરેક ક્ષણને યાદ કરી શકીએ છીએ. તું અમારા માટે એટલો મૂલ્યવાન છે, તું એટલો ખાસ છે.

કામ પર અમારો દિવસ ગમે તેવો હોય, પરંતુ તને એકવાર જાેઈને ચહેરા પર સ્મિત આવી જાય છે. અમે અમારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે. અમે હંમેશા તારી સાથે રહીશું. તું અમારી દુનિયા છે. પ્રેમ, મમ્મા અને બાબા’. મોહિત મલિકના આ વીડિયો પર કોમેન્ટ કરીને ઈન્ડસ્ટ્રીના કેટલાક ફ્રેન્ડ્‌સ અને ફેન્સે એકબીરને વિશ કર્યું હતું.

મનીષ પૌલે લખ્યું હતું ‘હેપ્પી બર્થ ડે એકબીર, તારા પર હંમેશા આશીર્વાદ વરસતા રહે’. શિવાંગી જાેશીએ રેડ હાર્ટ ઈમોટીકોન્સ ડ્રોપ કર્યા હતા. તો સુપ્રિયા શુક્લાએ લખ્યું હતું ‘દીકરાને ખૂબ પ્રેમ અને આશીર્વાદ…તે હંમેશા ખુશ રહે અને મોટો થઈને તેના માતા-પિતા જેવો સારો વ્યક્તિ બને’.

આ સિવાય જુહી પરમારે કોમેન્ટ કરી હતી ‘ખૂબ જ સુંદર’. મોહિત મલિક અને અદિતિ મલિકે એકબીરનો બર્થ ડે ધામધૂમથી ઉજવવા માગતા હતા.

જાે કે, બર્થ ડેના થોડા દિવસ પહેલા જ એકબીર બીમાર પડી જતાં સેલિબ્રેશન નહોતું કર્યું. અદિતિ મલિકે ઈન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં એકબીર સાથેની ક્યૂટ તસવીર શેર કરી હતી અને તેના તરફથી મેસેજ પાઠવતાં લખ્યું હતું ‘તો હું અહીંયા છું…હું છેલ્લા કેટલાક દિવસથી હું ઠીક નહોતો સાથે થોડો ઉદાસ પણ હતો કારણ કે મારો પહેલો બર્થ ડે હતો. પરંતુ બાદમાં મમ્માએ કહ્યું હતું કે, ઠીક છે.

કેટલીકવાર આપણે શાંત રહેવાની અને સારું વિચારવાની જરૂર છે. બાદમાં બધું બરાબર થઈ જશે. હું મારા ફ્રેન્ડ્‌સ સાથે બર્થ ડે સેલિબ્રેટ નહીં કરી શકું પરંતુ મમ્મીએ મને તેનો અને બાબાનો ઘણો ટાઈમ આપવાનું વચન આપ્યું છે. તેથી હું ખૂબ જ ખુશ છું. મારો બર્થ ડે હોવાથી શાંત બેસી શકતો નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.