Western Times News

Gujarati News

અજય અને કિચ્ચા વચ્ચે હિંદી ભાષા માટે થઈ ટિ્‌વટ વોર

મુંબઈ, અજય દેવગણએ બોલિવુડ કલાકારોમાંથી છે, જે પોતાના કામથી જ કામ રાખે છે અને વિવાદોથી દૂર રહેવાનો પ્રયાસ કરે છે. સોશિયલ મીડિયા પર નિવેદનો આપવાથી પણ બચતો રહે છે.

જાેકે, આ વખતે હિંદી ભાષાને લઈને સાઉથ સિનેમાના વિલન કિચ્ચા સુદીપએ કંઈક એવું કહી દીધું કે, અજય દેવગણ તેને જવાબ આપ્યા વિના ન રહી શક્યો. રનવે ૩૪ના એક્ટરે ટિ્‌વટ કરી કિચ્ચા સુદીપને હિંદીનું અપમાન કરવા માટે ઘણું કહી દીધું.

હાલના દિવસોમાં જ્યાં બોલિવુડની બોક્સ ઓફિસો પર પણ સાઉથ સિનેમાનું રાજ ચાલી રહ્યું છે, ત્યારે આ ઈન્ડસ્ટ્રીનો વિલન કિચ્ચા સુદીપ એક ઈન્ટર્વ્યુને લઈને ઘણો ચર્ચામાં છે. કિચ્ચાએ પોતાના ઈન્ટર્વ્યુમાં કહ્યું હતું કે, હિંદી આપણી રાષ્ટ્રભાષા નથી.

અજય દેવગણે તેની આ વાત પર તેને જવાબ આપ્યો છે. અજય દેવગણે ટિ્‌વટર પર કિચ્ચા સુદીપને ટેગ કરતા લખ્યું છે કે, ‘કિચ્ચા સુદીપ, મારા ભાઈ, તમારા મુજબ જાે હિદી અપાણી રાષ્ટીય ભાષા નથી તો તમે તમારી માતૃભાષાની ફિલ્મોને હિંદીમાં ડબ કરી કેમ રિલીઝ કરો છો? હિંદી આપણી માતૃભાષા અને રાષ્ટ્રીય ભાષા હતી, છે અને હંમેશા રહેશે. જન ગણ મન.

જાેકે, કિચ્ચા સુદીપે પણ અજયની આ ટિ્‌વટ પર તાત્કાલીક પોતાનો પક્ષ રજૂ કર્યો. તેણે કહ્યું કે, હેલો, અજય દેવગણ સર, જે કોન્ટેસ્ટમાં મેં એ વાત કરી, મને લાગે છે તે તમારી પાસે ઘણી અલગ રીતે પહોંચી છે.’ તેણે કહ્યું કે, તેની વાતને ખોટી રીતે લેવાઈ છ, તેના કહેવાનો અર્થ કોઈની ભાવનાનોએ ઠેસ પહોંચાડવાનો કે કોઈ વિવાદને પ્રોત્સાહન આપવાનો ન હતો.

તેણે કહ્યું કે, હું એવું શા માટે કરું, સર. તેણે વધુમાં લખ્યું કે, અને સર અજય દેવગણ, તમે જે હિંદીમાં ટેક્સ્ટ લખ્યા છે, તે હું સમજી ગયો અને તે એટલા માટે આપણે બધાએ હિંદીનું સન્માન કર્યું છે, પ્રેમ કર્યો અને શીખ્યા છીએ. કોઈ અપમાન નથી કરી રહ્યું સર પરંતુ વિચારી રહ્યો હતો કે જાે મેં મારો જવાબ કન્નડમાં ટાઈપ કર્યો હોત તો શું સ્થિતિ હોત.

શું અમે પણ ભારતના નથી સર. ઉલ્લખનીય છે કે, કિચ્ચા સુદીપે કહ્યું હતું કે, પાન ઈન્ડિયા ફિલ્મો કન્નડમાં બની રહી છે અને હું તેમાં એક કરેક્શન કરવા ઈચ્છીશ. આ દરમિયાન તે એવું બોલી ગયો કે, હિંદી હવે નેશનલ લેંગ્વેજ નથી રહી ગઈ, આજે બોલિવુડમાં પાન ઈન્ડિયા ફિલ્મો કરવામાં આવી રહી છે, તે તેલુગુ અને તમિળ ફિલ્મોની રીમેક બનાવી રહ્યા છે, પરંતુ તેમ છતાં પણ સ્ટ્રગલ કરી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.