રાજપારડી ગામની ૫૫ વર્ષીય વૃધ્ધા અસ્થિર મગજના કારણે એક મહિનાથી લાપતા
વૃધ્ધાની કોઈ ભાળ ન મળતા રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી.
(વિરલ રાણા) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામની એક ૫૫ વર્ષીય અસ્થિર મગજની મહિલા એક મહિના જેટલા સમયથી ઘરેથી નીકળીને ક્યાંક જતી રહી હોવાની ઘટના બનવા પામી છે.
રાજપારડી પોલીસ માંથી મળતી વિગતો મુજબ રાજપારડીના ખાડી ફળિયા ખાતે રહેતી ચંપાબેન ખોડાભાઈ વસાવા નામની ૫૫ વર્ષીય મહિલાને મગજ અસ્થિર થવાની તકલીફ થતાં આ મહિલાની સારવાર ચાલતી હતી.દરમ્યાન આ મહિલા પાછલા એક મહિના જેટલા સમયથી અસ્થિર મગજના કારણે ઘરેથી નીકળીને ક્યાંક ચાલી ગઈ હતી.
પરિવારજનોએ શોધવા છતાં મહિલાની કોઈ ભાળ મળી નહતી,જેથી ગતરોજ તા.૨૭ મીના રોજ ગુમ થનાર મહિલાની પુત્રી કલ્પનાબેન અરવિંદભાઈ વસાવા રહે.રાજપારડી તા.ઝઘડીયાનાએ રાજપારડી પોલીસમાં આ અંગે જાણ કરી હતી.
ગુમ થનાર મહિલા શરીરે પાતળી કાઠીના છે, રંગે સાધારણ શ્યામ વર્ણના,ઉંચાઈ આશરે પાંચ ફુટ જેટલી છે, તેમજ પોપટી કલરની સાડી પહેરેલ છે એમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.