સિનિયર સિટીઝન ફોરમ જંબુસરની બેઠકમા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઇ

(વિરલ રાણા) ભરૂચ,જંબુસર શહેરની સૌથી જૂની સંસ્થાઓ પૈકીની એક એવી “સિનિયર સિટીઝન ફોરમ જંબુસર ની ૨૦૨૨ના વર્ષની પ્રથમ માસિક બેઠક શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરે જંબુસર ખાતે મળી હતી.
મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ ઠક્કર અનિવાર્ય કારણોસર બેઠકમાં ઉપસ્થિત રહી ન શકતાં ઉપપ્રમુખ હર્ષદભાઈ અધ્વર્યુ ના પ્રમુખસ્થાને મળેલી બેઠકમાં ગત વર્ષનો નાણાંકીય વાર્ષિક હિસાબ માનદ મંત્રી પ્રમોદભાઈ કાપડીયાએ રજૂ કર્યો હતો.ત્યાર બાદ મંડળનું નવું બંધારણ વાંચી સર્વાનુમતે બહાલરાખવામાં આવ્યું હતું.
નવા બંધારણ મુજબ મંડળના નવા હોદ્દેદારોની બે વર્ષની મુદ્ત માટે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.જેમાં
(૧) પ્રમુખ : જીતસિંહ મકવાણા
(૨) ઉપપ્રમુખ : હર્ષદભાઈ અધ્વર્યુ અને જ્યોત્સનાબેન પટેલ
(૩) માનદ મંત્રી : પ્રમોદભાઈ કાપડિયા
(૪) સહમંત્રી : જાગૃતિબેન શાહની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી.ચાલુ માસમાં સભ્ય મહેન્દ્રભાઈ સોનીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
તેઓનું તથા મંડળના નવનિયુક્ત હોદ્દેદારોનું પુષ્પગુચ્છ વડે સન્માન કરવામાં આવ્યું હતું.નવનિયુક્ત પ્રમુખ જીતસિંહ મકવાણા,ઉપપ્રમુખ હર્ષદભાઈ અધ્વર્યુએ પોતાની પસંદગી કરવા બદલ સર્વે સભ્યોનો આભાર માની સૌના સાથ અને સહકારની અપેક્ષા રાખી સંસ્થાના વિકાસ માટે તમામ પ્રકારના પ્રયત્નો કરવા ખાત્રી આપી હતી
અને નવા સભ્યોને મંડળમાં જોડી સભ્ય સંખ્યા વધારવા અપીલ કરવામાં આવી હતી.આ પ્રસંગે મંડળના હોદ્દેદારો સભ્યો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.