BoBએ મર્યાદિત ગાળા માટે હોમ લોનના વ્યાજદર ઘટાડીને 6.50% કર્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/Loan-against-Property-730x410.jpg)
ભારતની અગ્રણી સરકારી બેંકો પૈકીની એક બેંક ઓફ બરોડાએ આજે જાહેરાત કરી હતી કે, બેંકે મર્યાદિત ગાળા માટે એના હોમ લોનના વ્યાજદર ઘટાડીને વાર્ષિક 6.75 % થી ઘટાડીને વાર્ષિક 6.50 % કર્યા છે.
આ વિશેષ દર 30 જૂન, 2022 સુધી અમલી રહેશે. ઉપરાંત બેંકે આ સમયગાળા દરમિયાન પ્રોસેસિંગ ફી પર 100% માફીની જાહેરાત પણ કરી છે. આ સાથે બેંક ઓફ બરોડાએ ઉદ્યોગમાં સૌથી ઓછા અને સૌથી વધુ સ્પર્ધાત્મક હોમ લોનના વ્યાજ દર પૈકીના એક ઓફર કરવાનું જાળવી રાખ્યું છે.
નવા દર વાર્ષિક 6.50% થી શરૂ થાય છે, જે નવી હોમ લોન તેમજ બેલેન્સ ટ્રાન્સફર કરવા માટે અરજી કરનાર ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આ વિશેષ દર લોનની તમામ રકમ માટે ઉપલબ્ધ છે અને ઋણધારકની ક્રેડિટ પ્રોફાઇલ સાથે જોડાયેલા છે.
બેંક ઓફ બરોડાના ગીરો અને અન્ય છૂટક અસ્કયામતો ના જનરલ મેનેજર એચ ટી સોલંકીએ કહ્યું હતું કે, “અમે છેલ્લાં ઘણાં મહિનાઓમાં મકાનોના વેચાણમાં નોંધપાત્ર વધારો જોયો છે અને અમને શૂન્ય પ્રોસેસિંગ ચાર્જ સાથે મર્યાદિત ગાળા માટે 6.50% ના વિશેષ વ્યાજદર પ્રસ્તુત કરવાની સાથે મકાન ખરીદવા ઇચ્છતાં ગ્રાહકો માટે સારો સમય લંબાવવાની ખુશી છે. અમને વેગ જળવાઈ રહેવાની અપેક્ષા છે, કારણ કે ગ્રાહકો તેમના સ્વપ્નનું ઘર ખરીદવા આ અતિ આકર્ષક દરે લોન મેળવવા ઇચ્છશે.”
બેંક ઓફ બરોડા હોમ લોન માટે ઓનલાઇન અરજી કરવા અને તાત્કાલિક મંજૂરીનો પત્ર મેળવવા કૃપા કરીને મુલાકાત લોઃ https://www.bankofbaroda.in/. ગ્રાહકો સમગ્ર ભારતમાં બેંક ઓફ બરોડાની શાખાઓમાં અરજી પણ કરી શકે છે.