અમદાવાદમાં સાંજ પડતા જ ઠેર ઠેર ટ્રાફિક જામના સર્જાતા દ્રષ્યો

file
IIM બ્રિજ, જજીસ બંગલો રોડ, આંબાવાડી સર્કલ, શાસ્ત્રીનગર સહિતના માર્ગ ઉપર ચક્કાજામ
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા કોઈ નવી વાત નથી. દર વખતે ટ્રાફિક પોલીસનો વાંક કાઢવો યોગ્ય નથી. અમુક વખતે આડેધડ ડ્રાઈવિંગ કરીને મુસીબત આપણે જાતે જ વહોરીએ છીએ.
ટ્રાફિક જામ અમુક સ્થળે કાયમ માટે લલાટે લખાઈ ગયા હોય તેવુૃ જણાય છે. જેમ કે આઈઆઈએમવાળો બ્રિજ બન્યો પણ જેવો બ્રિજ ઉતરો કે મોટેભાગેે ગાડીઓની લાઈન સાંજના સમયે જાેવા મળશે.
એક રસ્તો વસ્ત્રાપુર તરફ જાય છે. જે સીધો છે હવે ડાબી બાજુવાળાનો રસ્તાનો ઉપયોગ વધ્ય્ છે. પરિણામે બ્રિજ ઉતરતા ચક્કાજામના દ્રષ્યો સર્જાયેલા જાેવા મળે છે. અહીંયા ટ્રાફિક પોીસની વિશે જરૂર જણાય છે. તો વળી, જજીસ બંગલાવાળા રોડ પર એક રસ્તો કે જે ખાંચો પડે છે જે એસ.જી. હાઈવે તરફ જાય છે. ત્યાં પણ ટ્રાફિક જામ અવારનવાર જાેવા મળે છે.તો આંબાવાડી સર્કલ તો ભારે કરે છે.
અહીંયા એક તો સર્કલે કોઈ હોતુ નથી અને વળી ટ્રાફિક પોલીસ પણ કંટાળી જાય એટલો ટ્રાફિક જામ થાય છે. તો યુનિવર્સિટી વાઘબકરીવાળા રોડ ઉપર અવારનવાર ટ્રાફિક જામ થઈ જાય છે. અંકુરથી છેક શાસ્ત્રીનગર સુધી આવી હાલત થાય છે. આ સિવાય અમદાવાદમાં ઘણા એવા સ્થળો છે કે જ્યાં ટ્રાફિક જામના દ્રષ્યો સર્જાય છે.
ટ્રાફિક સમસ્યા માટે આપણે છેવટે દોષનો ટોપલો ટ્રાફિક પલીસ પર ઢોળી દઈએ છીએ. પરંતુ હવે તો લગભગ તમામ ચારરસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ હોય છે. તેથી ટ્રાફિક પોલીસની જવાબદારી હળવી થવી જાેઈએ.
પરંતુ ઉલ્ટાની વાહનચાલકો ટ્રાફિક પોલીસની જવાબદારી વધારી રહ્યા હોય એવા દ્રષ્યો જાેવા મળે છે. ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે કેટલેક અંશે આપણે સ્વયં શિસ્ત કેળવવી પડશે. નહીં તો અમદાવાદ શહેરમાં વસ્તીનુૃ ભારણ પણ વધી રહ્યુ છે. અને વાહનો પણ વધી રહ્યા છે. એ ભૂલવુ ન જાેઈએ.