કરીનાનો હાથ પકડી ચાલતો જાેવા મળ્યો દીકરો જેહ
પહેલીવાર મમ્મી સાથે શૂટિંગ સેટ પર ગયો
જેહનો વીડિયો કરીના કપૂરના ફેન્સને પણ પસંદ આવ્યો છે, કોમેન્ટ સેક્શનમાં ફેન્સ હાર્ટ ઈમોજી ડ્રોપ કરી રહ્યા છે
મુંબઈ, કરીના કપૂર અને સૈફ અલી ખાનના બંને દીકરા- તૈમૂર અને જેહ પોપ્યુલર અને ક્યૂટ સ્ટારકિડ્સમાંથી એક છે. બંને ઈન્ટરનેટ સેન્સેશન પણ છે. તૈમૂરની જેમ જેહની પણ એક ઝલક મેળવવા માટે ફોટોગ્રાફર્સ પડાપડી કરે છે. કરીના કપૂરનો નાના દીકરા જેહનો ફેબ્રુઆરીમાં પહેલો બર્થ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. જેહ ૧૪ મહિનાનો થતાં ચાલતા પણ શીખી ગયો છે.
આજે (૨૮ એપ્રિલ) તે ન માત્ર મમ્મી કરીના કપૂરનો હાથ પકડીને બિલ્ડિંગ બહાર ચાલતા દેખાયો પરંતુ તેને શૂટિંગ સેટ પર કંપની પણ આપી. સોશિયલ મીડિયા પર તેની ક્યૂટ તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં કરીના કપૂર ગરમીને ધ્યાનમાં રાખીને કેઝ્યૂલ લૂકમાં જાેવા મળી રહી છે. તેણે ફ્લાવર પ્રિન્ટવાળો સ્કાય બ્લૂ કલરનો લૂઝ શર્ટ અને મેચિંગ બોટમ પહેર્યું છે.
તેણે વાળને બાંધીને રાખ્યા છે અને બ્લેક સનગ્લાસિસ સાથે લૂકને પૂરો કર્યો છે. બીજી તરફ બેબી જેહે ગ્રે કલરનું સ્લીવલેસ બેબી સૂટ પહેર્યું છે. આ સાથે તેણે મેચિંગ ચપ્પલ પણ પહેર્યા છે. જેહનો આ વીડિયો કરીના કપૂરના ફેન્સને પણ પસંદ આવ્યો છે. કોમેન્ટ સેક્શનમાં ફેન્સ હાર્ટ ઈમોજી ડ્રોપ કરી રહ્યા છે. તો કેટલાકે જેહને ‘ક્યૂટ’ કહ્યો છે. એક યૂઝરે લખ્યું છે ‘છુુુ જેહ ચાલતા શીખી ગયો’. એક યૂઝરે લખ્યું છે ‘લાડુ અને અદ્દભુત’. તો એક યૂઝરે ક્યારેય પણ જેહનો ચહેરો ન છુપાવવા બદલ કરીના કપૂરના વખાણ કર્યા છે.
તેણે લખ્યું છે ‘તે અનુષ્કાની જેમ તેના બાળકનો ચહેરો છુપાવતી નથી’. આ સિવાય એકે ‘લાડુ બેબી’ લખ્યું છે. તૈમૂર જ્યારે નાનો હતો ત્યારે ઘણીવાર કરીના કપૂર સાથે શૂટિંગ સેટ પર જતો હતો. જાે કે, આજે પહેલીવાર જેહ મમ્મી સાથે સેટ પર ગયો હતો. કરીના તેને લઈને કારમાંથી બહાર નીકળી રહી હોય તેનો પણ વીડિયો સામે આવ્યો છે. જેમાં જેહની બંને નેની પણ જાેઈ શકાય છે.
હાલમાં, કરીના અને સૈફે તેમના ઘરે સોહા અલી ખાન, કુણાલ ખેમૂ તેમજ કેટલાક મિત્રો માટે ડિનરનું આયોજન કર્યું હતું. આ દરમિયાનની તૈમૂર અને જેહની પણ તસવીરો વાયરલ થઈ હતી. તૈમૂરે પપ્પા સાથે પૂલમાં સ્વિમિંગ એન્જાેય કર્યું હતું તો કરીના જેહને બૂક વંચાવતી જાેવા મળી હતી. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂરની આમિર ખાન સાથેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝની આતુરતાથી રાહ જાેવાઈ રહી છે.
જે ઓગસ્ટ, ૨૦૨૨માં રિલીઝ થવાની છે. આ સિવાય એક્ટ્રેસ પાસે હંસલ મહેતાની અનટાઈલ્ડ ફિલ્મ છે. કરીના ઓટીટી પ્લેટફોર્મ પર પણ ડેબ્યૂ કરવાની છે, જેમાં તે વિજય વર્મા અને જયદીપ અહલાવત સાથે જાેવા મળશે.sss