ટેકનોએ કર્વ્ડ એમોલેડ ડિસ્પ્લે ધરાવતો સ્માર્ટફોન ફેન્ટમ X લોંચ કર્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/04/PHANTOM-X-1024x1024.jpg)
નવી દિલ્હી, ટ્રાન્સિઓન ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ ટેકનો મોબાઇલે ભારતીય બજારમાં એના આકર્ષક અને અસાધારણ ફ્લેગશિપ સ્માર્ટફોન ફેન્ટમ Xને પ્રસ્તુત કર્યો છે. આ સ્માર્ટફોનને રૂ. 25,999/-ની કિંમત પર સેગમેન્ટમાં-પ્રથમ કર્વ્ડ એમોલેડ ડિસ્પ્લે પર ગર્વ છે.
ફેન્ટમ X 50MP+13MP+8MP લેસર-કેન્દ્રિત રિઅર કેમેરા સાથે પ્રભાવશાળી 108MP અલ્ટ્રા HD મોડ સાથે સજ્જ છે, જે 1/1.3-ઇંચ અલ્ટ્રા લાર્જ સેન્સર દ્વારા લૉ લાઇટની સ્થિતિમાં પણ વધારે સચોટ અને સ્પષ્ટ ફોટોગ્રાફીનો અનુભવ આપે છે. ડ્યુઅલ 48MP+8MP ફ્રન્ટ કેમેરા શાર્પ અને સ્પષ્ટ ફોટો ઝડપવા સેલ્ફીપ્રેમીઓને સુવિધા આપે છે.
કેમેરાની અદ્યતન ખાસિયતો ઉદ્યોગમાં અગ્રણી પ્રોફેશનલ મોડ સાથે સજ્જ છે, જે પોર્ટ્રેટ ક્લિક કરતા પિક્સેલને ફાટતા અટકાવે છે, જે ફોટોને કુદરતી અને ઉત્તમ બનાવે છે. 13GB RAM ધરાવતો ફોન અલ્ટ્રા-ફાસ્ટ LPDDR4x 8GB ધરાવે છે, જેને સુપર-ફાસ્ટ સ્પીડ પ્રદાત કરતી મેમરી ફ્યુઝન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 5GB સુધી વધારી શકાશે.
અદ્યતન પ્રોડક્ટ રેન્જ તરીકે ફેન્ટમ વધારે ઊંચા સેગમેન્ટ માટે છે અને ટેકનો મોબાઇલના અગાઉથી અસ્તિત્વ ધરાવતા સેગમેન્ટ પોર્ટફોલિયોને વધારે મજબૂત કરે છે.
નવા લોંચ થયેલા ફેન્ટમ X વિશે વિગત આપતા ટ્રાન્સિઓન ઇન્ડિયાના સીઇઓ અરિજીત તલપાત્રાએ કહ્યું હતું કે,
“યુવાનોને લક્ષ્યાંક બનાવતી એક બ્રાન્ડ તરીકે ટેકનો આકર્ષક ડિઝાઇન અને નવીન ખાસિયતો સાથે ટેકનોલોજી રીતે લેટેસ્ટ ડિવાઇઝ ઓફર કરે છે. આપણી યુવા પેઢીને ધ્યાનમાં રાખીને ફેન્ટમ X ભારતીય બજારમાં પ્રસ્તુત થયો છે.
આ સ્માર્ટફોન સતત ટેક નવીનતાઓનું પરિણામ છે. અમારા મંત્ર ‘સ્ટોપ એટ નથિંગ ’ સાથે કંપની ગ્રાહકોને અતિ સ્પર્ધાત્મક કિંમત પર હંમેશા પ્રીમિયમ ટેકનોલોજી પૂરી પાડે છે. અમે અગાઉ મિડ-સેગમેન્ટ સ્માર્ટફોન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેમાં અમને ઉપભોક્તાઓ પાસેથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. હવે આ નવી પ્રોડક્ટ પ્રસ્તુત કરીને અમારો ઉદ્દેશ કંપનીના વિશિષ્ટ ઉત્પાદનો સાથે પ્રીમિયમ સેગમેન્ટમાં અમારા સમુદાયને વધારવાનો છે.”
ફેન્ટમ X ઝિલેનિયલ્સ માટે બનાવવામાં આવ્યો છે, જેઓ એવો સ્માર્ટફોન મેળવવા આતુર છે, જે શ્રેષ્ઠ ટેકનોલોજી, શ્રેષ્ઠ અનુબવ અને મહત્તમ સુરક્ષા સાથે સુંદર ડિઝાઇન ધરાવતો હોય. ફેન્ટમ X હીલિયો G95 પ્રોસેસર ધરાવે છે, જે સ્માર્ટફોન માટે શ્રેષ્ઠ ARM SoC છે.
ઉપરાંત ફોન 4700mAhની પાવરફૂલ બેટરી અને 33W ફ્લેશ એડેપ્ટર સાથે મુખ્ય હીટ પાઇપ કૂલિંગ સોલ્યુશન સાથે ટકાઉ છે. ઉપરાંત તાજેતરમાં સ્માર્ટફોનને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ iF ડિઝાઇન એવોર્ડ 2022 મળ્યો હતો, જે ‘ઓસ્કાર ઓફ પ્રોડક્ટ ડિઝાઇન’ તરીકે પણ જાણીતો છે. 132-મેમ્બરની જ્યુરીએ લગભગ 57 દેશોમાંથી લગભગ 11,000નું મૂલ્યાંકન કર્યું હતું, જેથી સૌથી ઉત્કૃષ્ટ ડિઝાઇન પસંદ કરી શકે.
રૂ. 25,999/-ની કિંમત ધરાવતા આ ફીચરથી સમૃદ્ધ સ્માર્ટફોન ફેન્ટમ Xનું વેચાણ 04 મે, 2022થી શરૂ થશે. ફેન્ટમ Xની દરેક ખરીદી પર ગ્રાહકને વન-ટાઇમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ સાથે રૂ. 2,999/-ની કિંમત ધરાવતા પૂરક બ્લૂટૂથ સ્પીકર મળશે.
TECNO ફેન્ટમ Xની મુખ્ય USPs:
Ultra-Flagship Curved AMOLED display with 90Hz Refresh Rate
ફેન્ટમ X હાથમાં શ્રેષ્ઠ સુવિધા માટે ફોનની સાઇડ પર 36.5°ના મહત્તમ રાઉન્ડિંગ સાથે ગોલ્ડન ગ્રિપ આપે છે. 6.7″ FHD+ AMOLED ડિસ્પ્લે, 91% સ્ક્રીન ટૂ બોડી રેશિયો, અને 90Hz રિફ્રેશ રેટ ધરાવે છે. સ્માર્ટફોનની બંને બાજુઓ પર કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5ની હાજરી એના ડ્રોપ પર્ફોર્મન્સને વધારે છે અને સ્ક્રેચ અવરોધ પણ વધારે છે.
50MP+13MP+8MP રિઅર કેમેરા સાથે નોંધપાત્ર 108MP અલ્ટ્રા HD મોડ
ફેન્ટમ X તમને 108MP અલ્ટ્રા HD મોડ સાથે સરપ્રાઇઝ આપશે, જે અતિ સ્પષ્ટ ફોટો ક્લિક કરે છે. આ 13MP 50mm પ્રોફેશનલ પોર્ટ્રેટ લેન્સ અને ડ્યુઅલ-કોર લેસર ફોકસ પણ ધરાવે છે, જે સ્નેપશોટમાં સબ્જેક્ટ્સને સચોટ રીતે બહાર લાવે છે. ફેન્ટમ X બેકમાં ટ્રિપલ કેમેરા ધરાવે છે, જેમાં ઉદ્યોગમાં અગ્રણી 1/1.3-ઇંચ GN1 લાઇટ સેન્સિટિવિટી સેન્સર સાથે 50MP અલ્ટ્રા-નાઇટ કેમેરા સામેલ છે.
48MP+8MP ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા સાથે સેન્સેશનલ સેલ્ફી
અલ્ટ્રા HD મોડ માટે ત105° પહોળા લેન્સ અને 48MP મેઇન લેન્સ સાથે યુઝર્સ શાર્પ સેલ્ફી ક્લિક કરી શકે છે. ફ્રન્ટ કેમેરા 4K ટાઇમ-લેપ્સ, સ્લો મોશન, વિવિધ થીમ સાથે પ્રોફેશનલ પોર્ટ્રેટ અને સેલ્ફી ડ્યુઅલ ફ્લેશલાઇટ દ્વારા પૂરક અન્ય આકર્ષક મોડ પણ સક્ષમ બનાવશે.
મોટા ડેટા સ્ટોરેજ અને સુપર-ફાસ્ટ પ્રોસેસિંગ માટે 256GB ROM સાથે 13GB RAM
નવો ફેન્ટમ X will have 5GB મેમફ્યુઝન RAM સાથે 8GB LPDDR4x ધરાવશે, જે સુપર-ફાસ્ટ સ્પીડ પ્રદાન કરશે. એનું 256GB UFS 2.1 ફ્લેશ ઇન્ટરનલ સ્ટોરેજ ડેટાનો શ્રેષ્ઠ અનુભવ આપે છે અને તમારી ફાઇલ્સ માટે પુષ્કળ સ્પેસ આપે છે. સ્ટોરેજ ક્ષમતા અલગ SD કાર્ડ સ્લોટ દ્વારા 512GB સુધી વધારી શકાશે અને 13GB RAM એપ્લિકેશન લોંચની સરેરાશને 80 ટકા સુધી સુધારે છે.
હીલિયો G95 પાવરફૂલ પ્રોસેર છે, જે એના અલ્ટ્રા ફ્લેગશિપ ફીચર્સ અને રેપિડ રિફિલિંગ માટે 33W ફ્લેશ ચાર્જર સાથે અનુકૂળ છે. ટેકનો ફેન્ટમ X ઓક્ટા-કોર મીડિયા ટેક હીલિયો G95 SoCથી ચાલે છે, જે વીડિયો સ્ટ્રીમિંગ, ગેમ્સ રમવા અને એકથી વધારે એપ્લિકેશન ડાઉનલોડ કરવા શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત સ્પીડ આપે છે.
સરળ મૂવ અને રેપિડ સેન્સ રિસ્પોન્સ માટે સંપૂર્ણ ઓપ્ટિમાઇઝેશન સાથે સ્માર્ટફોનનું આર્મ મેલિ-G76 GPU ડિવાઇસનો સંપૂર્ણ અનુભવ શ્રેષ્ઠ બનાવે છે. ઉપરાંત ફોન 4700mAh પાવરફૂલ બેટરી ધરાવે છે, જે 38 દિવસનો અતિ-લાંબો સ્ટેન્ડબાય ટાઇમ પ્રદાન કરે છે. આ બોક્ષની અંદર 33W ફ્લેશ એડેપ્ટર્સ પણ ધરાવે છે.
અલ્ટ્રા-થિન ઓપ્ટિકલ સેન્સર દ્વારા કર્વ્ડ ડિસ્પ્લે સાથે સંલગ્ન લેટેસ્ટ ફિંગર સીક્યોરિટી તથા હીટ પાઇપ કૂલિંગ સોલ્યુશન દ્વારા તાપમાનમાં ઘટાડો. લેટેસ્ટ સ્માર્ટફોન લેટેસ્ટ ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર ધરાવે છે, જે ફોનના ડિસ્પ્લેમાં સંલગ્ન એક ઓપ્ટિકલ ડિટેક્ટર છે,
જે ફોનને 0.4 સેકન્ડમાં ખોલે છે. ફિંગરપ્રિન્ટ સેક્ટર એન્ટિ-ઓઇલ ગુણો ધરાવે છે તેમજ ઓઇલી આંગળીઓ સાથે ઉપયોગ કરતા સરળતાપૂર્વક અનલોકનો અનુભવ આપે છે. ફેન્ટમ X પહોળી 1007.5mm² લિક્વિડ કૂલિંગ સિસ્ટમ અને અતિ-કાર્યદક્ષ હીટ ડિસિપેશનની મદદ સાથે મુખ્ય સીપીયુ તાપમાનને ઘટાડવા ફ્લેગશિપ કૂલિંગ સિસ્ટમ પણ ઓફર કરે છે.