હીતુભાઇ કનોડીયાનો બાયડમાં ભાજપનો અવિરત ચૂંટણી પ્રચાર
(બકોરદાસ પટેલ, મોડાસા) અરવલ્લી બાયડ વિધાનસભા પેટા ચૂંટણી આડે હવે માંડ બે દિવસ જ બાકી રહી ગયા છે ત્યારે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના ચૂંટણી પ્રવાસ અને સભાઓ, લોકસંપર્ક વેગીલો બન્યો છે ત્યારે ભાજપના મંત્રીઓ પ્રદીપસિંહ જાડેજા,જયેશભાઇ રાદડીયા,સાંસદ દીપસિંહ ,પૂર્વ શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણપ્ર,ભારી હર્ષદગીરી ગોસ્વામી ,જિલ્લા ભાજપના પ્રમુખ રણવીસિંહ ડાભી,શામળભાઈ એમ.પટેલ સહિત મહમંત્રીઓ, જિલ્લાની સમગ્ર ટીમ સહિત વિસ્તારના તમામ કાર્યકરો,પૂર્વ પ્રમુખ ભરતસિંહ રહેવર ,સબરકાંઠાના ભાજપના તમામ ધારાસભ્યો રાજેન્દ્રસિંહ ચાવડા,હીતુભાઇ કનોડીયા,ગજેન્દ્રસિંહ, તમામ પૂર્વ ધારાસભ્યો, સહકારી આગેવાનો ,વિસ્તારમાં..ગામોમાં, સભાઓમાં હાજર રહી પ્રચાર વેગીલો બનાવ્યો હતો.
ઉમેદવાર ધવલસિંહ ઝાલાને વિજયી બનાવવા કમર કસી રહ્યા છે. દરમિયાન પ્રચાર કાર્ય અંતર્ગત ગત રાત્રે ઇડર વિધાનસભા ધારાસભ્ય ગુજરાતી ચલચિત્રના સુપરસ્ટાર હીતુભાઇ કનોડીયા અને બાયડ વિધાનસભા ઉમેદવાર ધવલસિંહ ઝાલા ધ્વારા બાયડમાં સભા સંબોધન કરવામાં આવી હતી.
આ પ્રસંગે બાયડ શહેર પ્રમુખ સ્નેહલભાઇ પટેલ મહામંત્રી દિપકભાઇ પટેલ, જિલ્લા અનુ.જાતિ.મોરચા પ્રમુખ દીનેશભાઇ પરમાર, પૂર્વ ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઇ પટેલ, રમણીકભાઇ પટેલ, મણીભાઇ પંચાલ, એપીએમસી, મોડાસા અને તાલુકા સંઘના ડિરેક્ટર ભગવાનદાસ પટેલ, યુવા મોરચા શહેર પ્રમુખ શ્રી તપનભાઇ પટેલ, સહ ઉપસ્થિત રહ્યા હતા.