Western Times News

Gujarati News

BIS અમદાવાદ દ્વારા વર્લ્ડ સ્ટાન્ડર્ડ્સ ડેની ઉજવણી કરવામાં આવી

બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, અમદાવાદની બ્રાન્ચ ઓફિસ દ્વારા 16 ઓક્ટોબર, 2019નાં રોજ “વીડિયો સ્ટાન્ડર્ડ્સ ક્રિએટ એ ગ્લોબલ સ્ટેજ” વિષય અંતર્ગત વર્લ્ડ સ્ટાન્ડર્ડ્સ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદનાં દૂરદર્શન કેન્દ્રનાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (એન્જિનીયરિંગ) શ્રી કમલેન્દ્ર સરભાઈ મુખ્ય અતિથિ રહ્યાં હતાં. વર્લ્ડ સ્ટાન્ડર્ડ્સ ડે રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય ધારાધોરણો વિકસાવવા માટે સ્વૈચ્છિક રીતે પ્રદાન કર્યું છે તેવા હજારો નિષ્ણાતોનાં પ્રયાસોને બિરદાવે છે. વર્લ્ડ સ્ટાન્ડર્ડ્સ ડેનો ઉદ્દેશ નિયમનકારી સંસ્થાઓ, ઉદ્યોગ અને ઉપભોક્તાઓ વચ્ચે જાગૃતિ વધારવાનો પણ છે, ખાસ કરીને સંલગ્ન વિષય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને વૈશ્વિક અર્થતંત્ર સાથે સંબંધિત પ્રમાણીકરણનાં મહત્ત્વનાં સંબંધમાં.

ઉદ્ઘાટન સત્રની શરૂઆત બીઆઇએસ અમદાવાદનાં સાયન્ટિસ્ટ – એફ એન્ડ હેડ, શ્રી ચંદન બહલનાં સ્વાગત પ્રવચન સાથે થઈ હતી. શ્રી બહલે તમામ મહેમાનોને આવકાર આપ્યો હતો તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રમાણીકરણનાં ફોર્મ્યુલેશનમાં બીઆઈએસની ભૂમિકા વિશે વિસ્તૃતપણે વાત કરી હતી. તેમણે વર્લ્ડ સ્ટાન્ડર્ડ્સ ડે સેલિબ્રેશન 2019 માટે થીમ પણ સમજાવી હતી તથા ઉદ્યોગ અને અન્ય હિતધારકોને પ્રમાણીકરણનાં વિકાસમાં સંકળાયેલા અન્ય હિતધારકોને વિનંતી કરી હતી. સાયન્ટિસ્ટ-સી શ્રી શિવ પ્રકાશે પ્રમાણીકરણ માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાનો સંદેશ વાંચી સંભળાવ્યો હતો.

મુખ્ય અતિથિ શ્રી કમલેન્દ્ર સરભાઈએ રોજિંદા જીવનમાં પ્રમાણીકરણનું મહત્ત્વ સમજાવ્યું હતું અને પ્રમાણીકરણ કે ધારાધોરણોનાં વિકાસમાં બીઆઈએસનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ટેકનોલોજીમાં પરિવર્તનની ઝડપ સાથે તાલમેળ જાળવવા પ્રમાણીકરણનાં વિકાસની પ્રક્રિયામાં ઝડપ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ કાર્યક્રમના ટેકનિકલ સત્ર દરમિયાન વિશેષજ્ઞોએ વિવિધ વિષયો પર પ્રેઝન્ટેશન આવ્યા હતા, જેમાં શ્રીમતી મીના શાહ, સંયોજક – ફિલ્મ અને વીડિયો લેબ, એનઆઇડી, અમદાવાદ, શ્રી સત્યેન ગોવારે, આસિસ્ટન્ટ એન્જિનીયર, દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદ અને શ્રીમતી મીનાક્ષી સિંધવી, ડાયરેક્ટર એન્જિનીયરિંગ, ઓલ ઇન્ડિયા રેડિયો, વડોદરાએ પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા.

આ કાર્યક્રમ સાયન્ટિસ્ટ-ઇ શ્રી એ કે લાલનાં આભાર વક્તવ્ય સાથે સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ ઉદ્યોગો અને ઉદ્યોગ સંસ્થાઓમાંથી આશરે 100 સહભાગીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.