વડોદરા સ્થિત સરકારી ટેક્નિકલ હાઇસ્કુલમાં વિવિધ અભ્યાસક્રમોમાં વિનામૂલ્યે પ્રવેશ
વડોદરા, વડોદરા સ્થિત સરકારી ટેક્નિકલ હાઇસ્કુલમાં વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકાય છે. ધો.૮ પાસ હોય તેવા વિદ્યાર્થીઓને ટેક્નિકલ વિષયમાં પાયાનું જ્ઞાન મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે તાલીમ આપવા તેમને આ અભ્યાસક્રમમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે.
ધો.૮ પાસ અને ધો.૯ના વિદ્યાર્થીઓને બે વર્ષ ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનિક્સ, મિકેનિકલ, સિવિલ ઇજનેરીના પાયાના વિષયનું જ્ઞાન સંસ્થા ખાતે આપવામાં આવે છે. આ વિષયો સાથે ઉર્ત્તીણ થયા હોય તેવા વિદ્યાર્થીઓને ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમમાં ૧૦ માર્કસ વધારાના ગણતરીમાં લઇને તેમને પસંદ હોય તે કોલેજ અને વિષય સાથે પ્રવેશ મેળવી શકાશે.
આ ઉપરાંત ઇજનેરી ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવીને ટેક્નિકલ સાથે ઉર્ત્તીણ થયા હોય તેવા વિદ્યાર્થીઓ સારુ પરિણામ મેળવી શકાય છે. સરકારી ટેક્નિકલ હાઇસ્કુલ ખાતે પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ સંસ્થા સાથે સંકળાયેલ સંલગ્ન શાળા આચાર્યશ્રી, શ્રી સયાજી હાઇસ્કુલ, ઘડિયાળી પોળ, માંડવી, વડોદરા અથવા આચાર્યશ્રી, સરકારી ટેક્નિકલ હાઇસ્કુલ, દાંડિયા બજાર, વડોદરાનો સંપર્ક (૦૨૬૫) ૨૪૧૩૯૩૫ કરવો.