નડિયાદ મુકામે નીમ પ્રોજેક્ટ અંતર્ગત મહિલા તાલીમ શિબિર અને સન્માન સમારોહ યોજાશે

નડિયાદ મુકામે તા.૩૦/૦૪/૨૦૨૨ના રોજ બપોરના ૩.૦૦ કલાકે ઈપ્કોવાલા
હોલ, નડિયાદ મુકામે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમીટેડ તથા ગુજરાત નર્મદાવેલી ફર્ટિલીઝર્સ એન્ડ કેમીકલ્સ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે નીમ પ્રોજેક્ટ અંતર્ગત મહિલા
તાલીમ શિબિર અને સન્માન સમારોહ કેન્દ્રીય સંચાર મંત્રી(રા.ક) શ્રી દેવુસિંહ ચૌહાણ, કેબિનેટ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જૂનસિંહ ચૌહાણ, શ્રમ, રોજગાર, પંચાયત(રા.ક) શ્રી બ્રિજેશ મેરજા, વિધાનસભાના મુખ્યદંડકશ્રી પંકજભાઈ દેસાઈ, ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, આણંદના સાસંદશ્રી મીતેષભાઈ પટેલ, આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમારની પ્રેરક ઉપસ્થિતમાં યોજાનાર છે.