Western Times News

Gujarati News

રમઝાન ઈદના તહેવારને લઈને ઝઘડિયા,રાજપારડી ખાતે પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઝઘડિયા, રાજપારડી અને ઉમલ્લા નગરો ખાતે સ્થાનિક પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું.જેમાં આગામી રમઝાન ઈદના તહેવારને લઈને આ ફુટ પેટ્રોલિંગ યોજાયુ હતું.

ઝઘડિયા ખાતે પીઆઈ એસ.કે.ગાવિતના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યુ હતું.રાજપારડી ખાતે પીએસઆઈ જી.આઇ.રાઠોડની આગેવાની હેઠળ સ્થાનિક પોલીસ જવાનોએ ફુટ પેટ્રોલિંગ યોજ્યુ હતું.

જ્યારે ઉમલ્લા ખાતે મહિલા પીએસઆઈ વી.આર.ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ જવાનો ફુટ પેટ્રોલિંગમાં જાેડાયા હતા.આગામી તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે,લોકોમાં સલામતીની ભાવના મજબુત બને તે માટે તાલુકાના ત્રણેય પોલીસ સ્ટેશનો દ્વારા ફુટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યુ હતુ.

ઝઘડીયા ચાર રસ્તા ખાતે પોલીસ દ્વારા આકસ્મિક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જાેકે વાહન ચેકિંગ દરમ્યાન કોઈ શંકાસ્પદ બાબત નહી જણાતા તંત્રએ રાહત અનુભવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.