Western Times News

Gujarati News

દક્ષિણ ગુજરાતમાં ૯ હજાર હેક્ટર કેરીના પાકને નુકસાન

સુરત, દક્ષિણ ગુજરાતમાં ૯ હજાર હેક્ટરમાં કેરીના પાકને નુકસાન થયું હોવાથી તેનો સર્વે કરી સહાય જાહેર કરવા ઓલપાડ તાલુકા ચોર્યાસી સહકારી ખરીદ વેચાણ સંઘે કલેક્ટરને રજૂઆત કરી છે. છેલ્લાં ૨ વર્ષથી દક્ષિણ ગુજરાતમાં કમૌસમી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેતીના વિવિધ પાકને નુકસાની થાય છે.

દક્ષિણ ગુજરાતમાં અંદાજે ૯ હજાર હેક્ટરમાં કેરીનો પાક છે. ગત વર્ષે વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે આ પાકને નુકસાન થયું છે. એક અંદાજ પ્રમાણે ૯ હજાર હેક્ટરમાંથી ૭૦ ટકા પાકને નુકસાન થયું છે. કેરીની સિઝનમાં ખેડૂતોને નુકસાન થવાની સંભાવના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.